રાહુલની મુસ્લિમ બૌધ્ધિકો સાથેની મુલાકાતથી

ભાજપનો આક્ષેપ કોંગ્રેસ હંમેશા આ પ્રકારની વોટબેન્કની રાજરમત રમતો
રહ્યો છે કોંગ્રેસનો જવાબ અમારા પ્રયાસને ધર્મ સાથે ન જોડો, બધા માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે નવી દિલ્હી: રાહુલ ગાંધી બુધવારે મુસ્લિમ બૌદ્ધિકોને મળ્યા હતા, પણ એમાં ધર્મની બાબત ન હોવાનું ગાણું ગાતા કોંગ્રેસે જણાવ્યું હતું કે એમના દરવાજા બધા વર્ગ માટે ખૂલ્લા છે.
(અનુસંધાન પાના નં.10)
કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અમે કોઇને એના ધર્મને આધારે નથી જોતા. કોંગ્રેસના નેતાઓ હંમેશ દરેક વર્ગના લોકો સાથે વાતચીત કરતા હોય છે, ખાસ કરીને બૌદ્ધિકો સાથે. અમે આ બેઠકને મુસ્લિમ બૌદ્ધિકો સાથેની મુલાકાત નથી ગણતા. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર જાવેદ અખ્તર, ઝોયા હસન અને શબનમ હાશમી જેવા મુસ્લિમ બૌદ્ધિકો અને સમાજસેવકોને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપે આ મામલે કોંગ્રેસની જાટકણી કાઢી હતી અને ભાજપના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશ આ પ્રકારની વોટબેંકની રાજરમત રમતો રહ્યો છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસું સત્ર અને ભાજપ શાસિત ત્રણ રાજ્ય-મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ લોકો પાસેથી આ મામલે મુદ્દા જાણવા માટે આવી હજુ ઘણી બેઠકો યોજાશે. આવી અનેક બેઠકો ભૂતકાળમાં પણ યોજાઇ હતી અને એને ભાજપની સંપર્ક ફોર સપોર્ટ અભિયાન સાથે કશી લેવાદેવા નથી. કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકાએ ભાજપ પર ધર્મના આધારે લોકોના ભાગલા પાડવાનો વળતો આક્ષેપ કર્યો હતો.