મુંબઇમાં મેઘરાજાએ પોરો ખાધો પણ ‘આગાહી’થી

  • મુંબઇમાં મેઘરાજાએ પોરો  ખાધો પણ ‘આગાહી’થી

મુંબઈ તા,12
મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદે બુધવારે થોડો વિરામ લીધો હતો પણ મુંબઈવાસીઓ ઉપર વરસાદનો ખતરો ઓછો થયો નથી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે. બીજી તરફ ચોવીસ કલાકથી ઠપ થયેલી વિરારથી ભાયંદર સુધીની લોકલ સેવા બુધવારે બપોર બાદ ગોકળગાયની ગતિએ શરૂ થઈ હતી. પાણી ઊતર્યા બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત થશે.
બુધવારે વરસાદનું જોર ઘટયા બાદ મધ્ય અને હાર્બર લાઇન નોર્મલ થઈ હતી, પરંતુ પશ્ચિમ રેલવેમાં વિરારથી ભાયંદર સુધીનો વ્યવહાર પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો હતો. વરસાદને કારણે
પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનોનું ટાઇમ ટેબલ પણ ખોરવાયું હતું. જ્યારે મધ્ય રેલવેએ મુંબઇથી પુણે જતી ઇન્દ્રાયણી અને ડેક્કન એક્સપ્રેસ રદ કરી હતી. વસઈ-વિરારમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. બુધવારે પણ પાણી ઓસર્યા ન હોવાથી વલસાડ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર, સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સ્પ્રેસ રદ કરાઈ હતી.