તો ભારત ‘હિન્દુ-પાકિસ્તાન’ બની જશે!

  • તો ભારત ‘હિન્દુ-પાકિસ્તાન’ બની જશે!
  • તો ભારત ‘હિન્દુ-પાકિસ્તાન’ બની જશે!

તિરુવનંતપુરમ તા,12
કોંગ્રેસના નેતા શશિ થરુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે ‘હિંદુ પાકિસ્તાન’ જેવા હાલાત પેદા કરશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર છોડતી નથી. અહીં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ નવું બંધારણ લખશે જે ભારતને પાકિસ્તાન જેવા દેશમાં બદલવાનો
રસ્તો સાફ કરશે, જ્યાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન હશે નહીં.
વાત જાણે એમ છે કે તિરુવનંતપુરમાં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ 2019માં લોકસભાની ચૂંટણી જીતશે તો તે હિંદુ પાકિસ્તાન જેવા હાલાત પેદા કરશે. આપણું લોકતાંત્રિક બંધારણ ખતમ થઈ જશે કારણ કે તેમની પાસે એ માટેના તમામ તત્વો છે. તેમનું નવું બંધાણ હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતો પર આધારિત હશે. જેનાથી અલ્પસંખ્યકોની સમાનતાના અધિકાર ખતમ થઈ જશે. આવામાં દેશ હિંદુ પાકિસ્તાન બની જશે. રાહુલ માફી માંગે: ભાજપ
થરુરના આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ દેશને નીચું દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે થરુર કહે છે કે ભાજપ 2019માં સત્તામાં આવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે! બેશર્મ કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવાની કોઈ તક છોડતી નથી. હિંદુ આતંકવાદીઓથી લઈને હિંદુ પાકિસ્તાન સુધી... કોંગ્રેસની પાકિસ્તાનને ખુશ કરનારી નીતિઓનો કોઈ જવાબ નથી. પાત્રાએ આ બદલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવા પણ કહ્યું. શર્રિયત કોર્ટો ચાલુ થશે તો ભારતમાં જ ‘પાકિસ્તાન’  આતંરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરનાર ડો.પ્રવિણ તોગડિયાએ બુધવારે ભરુચ શહેરની મુલાકાત લઈ કાર્યકરો અને આગેવાનોને જોમ તેમજ જુસ્સો પુરો પાડયો હતો. ભરુચના મધ્યમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં સ્થિત ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી પ્રવિણ તોગડિયાએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે શરિયત કોર્ટ બનાવવા માંગે છે તે સંદર્ભે તીખી પ્રતિક્રિયા આપી જણાવ્યુ હતુ કે, જો શરિયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે એક દેશમાં બે બંધારણ ન હોય તેઓ મત વ્યકત કર્યો
હતો. વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી અલગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરનાર ડો.પ્રવિણ તોગડિયાએ બુધવારે ભરુચ શહેરની મુલાકાત લીધી હતી તેમની મુલાકાત ટાંણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં શહેર-જિલ્લામાંથી જોડાયેલા યુવાનો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. શહેરની મધ્યમાં આવેલા કૃષ્ણનગર ખાતે તેઓ સૌ આગેવાન અને કાર્યકરોને મળ્યા હતા. સોસાયટીમાં સ્થિત ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે પૂજા અને દર્શન કર્યા બાદ કાર્યકરો સાથે ટૂંકી બેઠક યોજી હતી. ડો.પ્રવિણ તોગડિયાએ દેશમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શરિયત કોર્ટ ચાલુ કરવાની હિલચાલ સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, શરિયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે એક દેશમાં બે બંધારણ ન હોય તેમ ઉમર્યુ હતુ.