ઝૂમા પ્લાસ્ટિક વીણો, ટિકીટના પૈસા પરત

  • ઝૂમા પ્લાસ્ટિક વીણો, ટિકીટના પૈસા પરત

રાજકોટ તા.1ર
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા માટે રાજકોટ મહાનગરપાલીકાએ કમર કસી છે. શહેરના વિસ્તારોમાં પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરાય છે જેની સાથોસાથ શહેરની બારોબાર આવેલા હરવાફરવાના સ્થળોને પ્રતિબંધિત પ્લાસ્ટીકથી મુકત કરવા માટે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ નવો અભિગમ અપનાવી રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ઝુમાં સહેલાણીઓને ટીકીટના પૈસા પાછા મળે અને ઝુ પ્લાસ્ટીક મુકત થાય તે પ્રકારની સ્કીમ અમલમાં મુકી છે.
મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવેલ કે શહેરને પ્લાસ્ટીક મુકત કરવા માટે રાજકોટ મહાનગરપાલીકાએ અનેક મુદ્દે કામગીરી હાથ ધરી છે. જેમાં વન-ડે થ્રી વોર્ડ તેમજ જાહેર શૌચાલયોની સફાઇ તેમજ સ્લમ વિસ્તારોમાં સ્પેશ્યલ સફાઇ રોડ-રસ્તાની રાત્રી સફાઇ અને પાણીના પાઉચ, ચાના કપ, પાન-માવાના પ્લાસ્ટીક વીસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ સહિતના નિયમો અમલી
(અનુસંધાન પાના નં. 10)
બનાવ્યા છે ત્યારે રાજકોટના હરવા-ફરવાના સ્થળોને પણ પ્લાસ્ટીક મુકત કરવા મનપાએ પ્રથમ પ્રદ્યુમન પાર્ક ખાતે સ્કીમ અમલમાં મુકી છે. જેમાં સહેલાણીઓ રૂા.10 ની ટીકીટ લઇને ઝુ ની મુલાકાત લેવા જાય ત્યારે ઝુ ની અંદર પ્લાસ્ટીકનો કચરો નજરમાં આવે અને આ પ્લાસ્ટીક ઉઠાવીને પોતાની સાથે લઇ જઇ ઝુ ની ઓફીસમાં જમા કરાવશે તો તે સહેલાણીને ટીકીટના રૂા.10 પરત મળશે.
આ સ્કીમ અમલી બનાવવા પાછળનું કારણ સમજાવતા મ્યુનિ. કમિશ્નરે જણાવેલ કે લોકોમાં જાગૃતતા આવે તેમજ રોડ-રસ્તા પર પડેલો કચરો ઉઠાવવાનું દરેક નાગરીકને મન થાય અને મારુ શહેર ચોખ્ખુ બને તે માટે ઝુ માં અમુક લોકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટીક સહેલાણીઓ ઉઠાવશે જેના પરીણામે ઝુ પ્લાસ્ટીક મુકત બનશે અને સહેલાણીઓને પણ ફાયદો થશે.