રોકડા કટકટાવી બારોબાર પ્લાન પાસ કરવાનું એજન્સીનું

  • રોકડા કટકટાવી બારોબાર પ્લાન પાસ કરવાનું એજન્સીનું

રાજકોટ તા. 12
બાંધકામ ક્ષેત્રે પારદર્શકતા લાવવા માટે રાજય સરકાર દ્વારા 1 એપ્રિલથી ઓનલાઈન પ્લાન સબમિશન પ્રક્રિયા અમલી બનાવી છે તેમજ સાથોસાથ પ્લાન કમ્પ્લીશન સર્ટી. પણ ઓનલાઈન કર્યુ છે બિલ્ડરો દ્વારા પ્લાન સબમીટ કર્યા બાદ અનેક પ્લાનને મંજુરી ન મળતા બિલ્ડર લોબીમાં દેકારો બોલી ગયેલ આજ સુધીમાં રાજકોટમાંથી 205 હાઈરાઈઝ પ્લાન સબમીટ થયા છે જેમાં ફકત 40 પ્લાન મંજુર થતા એજન્સીને પોતાના સ્ટાફ દ્વારા થતી કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરતા એજન્સીના જ અમુક અધિકારીઓ દ્વારા બિલ્ડરો સાથે સાઠગાઠ
(અનુસંધાન પાના નં. 10)
રચી પ્લાન મંજુર કરાતા હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ મહાનગરપાલીકાના વિસ્તારમાંથી 205 પ્લાન સબમીટ થયા હતા જે પૈકી 40 પ્લાનને મંજુરી મળતા બિલ્ડર લોબીએ રાજય સરકારમાં રજૂઆત કરી હતી જેના પરિણામે એજન્સીના માણસો દ્વારા રાજકોટ ખાતે બિલ્ડર એસો. સાથે મીટીંગનું આયોજન કરી સમસ્યાના ઉકેલ માટે ખાત્રી આપી હતી ત્યાર બાદ એજન્સી દ્વારા તપાસ હાથ ધરાતા બરોડા અને અમદાવાદના અનેક પ્લાન મંજુર થઈ ગયાનું જયારે રાજકોટના પ્લાન નામંજુર થયાનું ધ્યાનમાં આવતા ખાનગી રાહે તપાસ હાથ ધરતા એજન્સીના અમુક અધિકારીઓએ બિલ્ડરો સાથે વહીવટ કરી પ્લાન મંજુર કર્યાનું બહાર આવતા એજન્સીએ હાલ આ પ્રકારના લાંચીયા ચાર અધિકારીને પાણીચુ પકડાવી દીધુ છે.
રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ રાજય સરકારના સોફટવેરમાં અનેક ક્ષતીઓ હોવાનું સાબીત થઈ ચુકયુ છે પરંતુ આ ક્ષતીની અસર સમગ્ર ગુજરાતમાં દેખાવી જોઈએ તેના બદલે અમદાવાદ અને બરોડામાં ફટાફટ પ્લાન મંજુર થઈ જતા એજન્સીની કામગીરી ઉપર શંકા ઉપજી હતી જેના કારણે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આ બાબતે એજન્સીનું ધ્યાન દોરવામાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ એજન્સી દ્વારા હાથ ધરાઈ હતી અને પ્લાન મંજુર કરવાનું આ પ્રકારનું મહા કૌભાંડ બહાર આવ્યુ હતું.
ઓનલાઈન પ્લાન સબમીટ પ્રક્રિયાની કામગીરી કરતી એજન્સીના અધિકારીઓએ જણાવેલ કે હાલ અમદાવાદ અને બરોડામાં કૌભાંડ થયાનું બહાર આવ્યુ છે ત્યારે રાજયના અન્ય શહેરોના તમામ સબમીશન થયેલા પ્લાનની ચકાસણી હાથ ધરવામાં આવશે અને રીપોર્ટ આવ્યા બાદ અન્ય શહેરોમાં આ પ્રકારનું કૌભાંડ થયુ હશે તો અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. રાજકોટના 205માંથી 40 પ્લાન જ મંજુર થયા
ઓનલાઈન પ્લાન સબમીશન પ્રક્રિયામા એજન્સીના લાંચીયા અધિકારીઓ દ્વારા બિલ્ડરો સાથે સાંઠગાઠ રચી બરોડા અને અમદાવાદમાં અનેક પ્લાન મંજુર કર્યાનું બહાર આવ્યુ છે ત્યારે રાજકોટના બિલ્ડરોને આ કામગીરી એજન્સી દ્વારા થઈ રહી છે તેવી આજે ખબર પડી છે પરિણામે બિલ્ડરો દ્વારા એજન્સીમા ‘વહીવટ’ થઈ શકે છે તેવી જાણકારી રાજકોટના બિલ્ડરો ન હોવાથી આજે 165 હાઈરાઈઝ બિલ્ડીંગના પ્લાન અટકેલા પડયા છે તેવુ જાણકારોએ જણાવ્યુ હતું.
આ રીતે થતું હતું અધિકારીઓ દ્વારા કૌભાંડ
રાજય સરકારની ઓનલાઈન પ્લાન સબમિશન પ્રક્રિયાનું કામ એજન્સી દ્વારા કરવામાં આવે છે. સોફટવેર કંપનીના એન્જીનીયરો દ્વારા મોટા બિલ્ડરો સાથે સાઠગાંઠ કરી પ્લાનમા જણાતી ક્ષતીઓ દૂર કરવા માટે વહીવટ કરી રાજય સરકાર અને જે તે શહેરના ટાઉન પ્લાનીંગ વિભાગની જાણકારી વગર પ્લાન મંજુર કરી આપવામા આવતા હોવાનું બહાર આવ્યુ છે જયારે દરેક મહાનગરપાલીકા નવો પ્લાન મુકવાનો હોય ત્યારે ફકત સ્થળ તપાસનો રીપોર્ટ આપે છે અને બાકીની તમામ વહીવટી કામગીરી શોફટવેર દ્વારા કરવામાં આવે છે પરિણામે સોફટવેર કંપનીના અધિકારીઓએ આ પ્રકારનું કૌભાંડ આચર્યુ હોવા છતા આજ સુધી રાજયની એક પણ મહાનગરપાલીકાને આ પ્રકરણની ગંધ સુદ્ધા પણ ન આવે.