ઘટે તો વરસાદ ઘટે... બાપા!

  • ઘટે તો વરસાદ ઘટે... બાપા!

ચોમાસાની સીઝનમાં રાજકોટવાસીઓના ભાગે માત્ર ઈન્તજાર જ આવ્યો છે. હજુ સુધી એકમાત્ર 3 ઈંચના રાઉન્ડ બાદ સારૂ ઝાપટું પણ નહી વરસતા વરસાદી વસ્તુઓની માર્કેટમાં મંદી છે. પણ મેઘાડંબરનાં કારણે રાજકોટ વાસીઓ છત્રી, રેઈનકોટ હવે સ્કૂટરની ડેકીમાં જ રાખે છે ત્યારે ઝરમર વરસતા વરસાદમાં પલળવાથી બચવા એક શહેરીજને સ્કૂટરમાં જ
છત્રીનું સ્ટેન્ડ બનાવી દીધું છે.