રહેણાકમાં મૌલેશ ઉકાણીના કોમર્શિયલ પ્લાનમાં ભેદી

  • રહેણાકમાં મૌલેશ ઉકાણીના કોમર્શિયલ પ્લાનમાં ભેદી

રાજકોટ તા.12
રાજકોટ મહાનગરપાલિકામાં સામાન્ય નાગરીકો અને વગોદારો માટે મતિ-નિયમો અને કાયદાના અલગ-અલગ માયદંડો હોય તેમ રોજરોજનુ રળીખાતા ગરીબ
લારી-ગલ્લાવાળા અને નાના દુકાનદારો છે. ઉપર દબાણના
નામે જો હુકમી ચલાવવામાં આવે છે પરંતુ વગદારોના આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગો ઉભા છે તેની સામે ઉંચી આંખ કરીને પણ અધિકારઓ જોતા નથી.
નાના મકાનના પ્લાન પાસ કરાવવા કે, વેરા બીલમાં સામાન્ય ફેરફાર કરવા માટે નાના માણસોને અનેક ધકકા ખવડાવવામાં આવે છે પરંતુ વગદાર લોકો માટે નીતિ-નિયમો નેવે મુકી કેવી કેવી ગોલમાલ કરવામાં આવે છે. તેનો સૌથી મોટો અને જીવતો-જાગતો દાખલો શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર ઉભેલુ અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનું કોમર્શિયલ બિલ્ડીંગ છે.
કાલાવાડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર ચોકમાં જ હાઉસીંગ બોર્ડની આવાસ યોજનામાં છેલ્લા 18 વર્ષની ઉભેલ્રાબાન લેન્સવાળા મૌલેશ ઉકાણીનું કોમર્શિયલ બિલ્ડીંગની મંજુરીમાં મોટી ગોલમાલ થયાનો ઘટસ્ફોટ થયો છે.
કોર્પોરેશનનાં સુત્રોનાં જ કરે છે કે હાઉસીંગ બોર્ડના માત્ર રહેણાંક હેતુવાળા વિસ્તારોમાં કોમર્શિયલ પ્લાન મંજુર કઈ રીતે થઈ ગયો તે અમને પણ સમજાતુ નથી. આ પ્લાન મંજુર કરવામાં જે-તે વખતમાં ટાઉન પ્લાનીંગ વિભાગના મોરલા ‘રૂપાળી’ કળા કરીને‘ઉડી’ ગયા હોવાનું જણાવાય છે.
રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્લાન મંજુર કરવાની કે, કરાવવાની આખી પ્રક્રિયા જ શંકાસ્પદ હોવાનુ ખુદ અધિકારીઓ કબુલી રહયા છે ત્યારે આ પ્રકરણની તપાસ કરવામાં આવે તો જબરી ગોલમાલ બહાર આવવાની અને કોર્પોરેશનના જ અમૂક અધિકારીઓએ કરેલી નીતિ-નિયમો સાથે કરેલી ગંદી છેડછાડનો ભાંડાફોડ થવાની શકયતા જાણકારો દ્વારા દર્શાવાઈ રહી છે.
એક એવી ગંભીર હકિકત પણ સામે આવી છે કે, હાઉસીંગ બોર્ડે કોમર્શિયલ મંજુરી માટે લેખિતમાં ના પાડી હોવા તે સમયનાં ટી.પી.વિભાગના અધિકારીઓએ પ્લાનમાં કોમર્શિયલ મંજુરીનો સિકકો મારી દીધો હતો. એક ઉદ્યોગપતિ ઉપર આટલોબધો પ્રેમ કેમ ઉભરાયો? તેવો સવાલ આજે બૂમરંગ થઈ રહયો છે. જે-તે વખતનાં અધિકારીઓ ‘કળા’
કરીને ‘ઉડી’ ગયા છે અને ‘પોટલા’ પણ સગે વગે કરતા ગયા હોવાનું કહેવાય છે.
જો કે, આજે પણ આ ગોલમાલ બાકાયદા કોર્પોરેશનના સતાવાર રેકર્ડ ઉ5ર બોલે છે અને ટુંક સમયમાં તેની ઉપરથી ધૂળની ‘ડમરી’ ઓ ઉડશે તેવુ સ્પષ્ટ જણાય છે.
સામાન્ય દબાણકારોને ત્યાં ધોકા લઇને ઉતરી પડતી ટીપી શાખા તથા દબાણ હટાવ શાખાના બહાદુરો રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર પણ માલદારોના ગેરકાયદે ખડકલા સામે પગલાં ભરે તે જરૂરી છે.