એસટીની ખખડધજ બસો બની ગઇ ‘મોબાઇલ સ્કૂલ’

  • એસટીની ખખડધજ બસો બની ગઇ ‘મોબાઇલ સ્કૂલ’
  • એસટીની ખખડધજ બસો બની ગઇ ‘મોબાઇલ સ્કૂલ’
  • એસટીની ખખડધજ બસો બની ગઇ ‘મોબાઇલ સ્કૂલ’

 પ્રથમ તબક્કે 1200 બાળકોને આપવામાં આવશે શિક્ષણ
રાજકોટ તા.12
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકવાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરું પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે સ્કૂલ ઓન વ્હીલ હરતીફરતી શાળાનો પ્રારંભ કરાવ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ સમયે ઉપસ્થિત હતાં. લગભગ 1ર00 જેટલાં બાળકોને તબક્કાવાર તેનો લાભ અપાશે. જ્યારે અગરિયા વિસ્તારના બાળકો પોતાની મૂળ શાળામાં જાય ત્યારે આ બસનો ઉપયોગ બીજા સ્થળાંતર કરતાં બાળકો માટે પણ કરી શકાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અગરિયાઓના બાળકો માટે શરુ કરવામાં આવેલી આ હરતીફરતી શાળા સર્વશિક્ષા અભિયાન થકી રુપિયા 3.પ0 લાખના અંદાજિત ખર્ચે એસટી નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, 3.7 કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર9 ઇંચ ટી.વી., સેટઅપ બોકસ (ડી-ટુ-એચ), 6 પંખા અને 6 એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, 18 રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
આ પ્રયોગ સફળ થશે તો વધુ 30 જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું આયોજન છે.
રાજ્યમાં જુદીજુદી ભૌગોલિકતા, સામાજિક અને વ્યવસાયિક વૈવિધ્યતાને કારણે કે વાલીઓના સ્થળાંતર જેવા કારણોથી ખાસ કરીને અગરિયા વિસ્તારના જિલ્લાઓ કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ જિલ્લાઓમાં વાલીઓ છ થી આઠ માસના સમયગાળા દરમિયાન અગરિયા વિસ્તારમાં કામગીરી માટે સ્થળાંતર કરે છે.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇ-ક્ધટેન્ટના ઉપયોગથી સ્થળાંતરના સમયગાળા દરમિયાન એટલે કે ઓકટોબરથી એપ્રિલ માસ દરમિયાન અગરિયા વિસ્તારમાં બાળકો વાલી સાથે રહી શિક્ષણ પ્રાપ્ત કરશે. ૩ અત્યાધુનિક બસમાં શું છે?
આ બસમાં રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે તે માટે બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, 3.7 કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર9 ઇંચ ટી.વી, ડીટીએચ, પંખા, એલ.ઇ.ડી. લાઇટ્સ, ફાયર એસ્ટિંગ્વિશર, પીવાના પાણીની ટેન્ક, રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ થયેલ આ પ્રયોગ સફળ થાય તો આગામી સમયમાં વધુ 30 જેટલી બસો ઉમેરવામાં આવશે.