મહિલા સ્નાનાગાર લાંબી પ્રતિક્ષા બાદ હવે ખુલ્લા મૂકવાની તૈયારી

રાજકોટ તા.12
રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદી જણાવી છે કે હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.9માં મહિલા સ્નાનાગાર બનાવવાનું કામ પૂર્ણ થઇ હોવા છતાં અગાઉ મોટી મોટી જાહેરાતો કરીને મહિલાઓને રાજીના રેડ કરનાર શાશક પક્ષે લોકાપર્ણ કરવાના અભરખાના કારણે મહિલા સ્વીમીંગ પુલના લોકાર્પણની કામગીરી ટલ્લે ચડી રહેલ છે ત્યારે વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ આપેલ ચીમકીનો સિદ્ધો કરંટ શાશપક્ષ ભાજપને લાગ્યો તેમ ગમે તેના હાથે લોકાર્પણ કરાવવા અધીરા બન્યા છે. વિરોધપક્ષના નેતા વ્હારે આવ્યો અને મહિલાઓની મહત્વકાંક્ષા પૂરી કરવાનું દાઇત્વ નિભાવ્યું છે વગેરે જેવા આક્ષેપો રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યા છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.