આવતીકાલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે પણ ભારતમાં નહીં દેખાય

  • આવતીકાલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ  થશે પણ ભારતમાં નહીં દેખાય

રાજકોટ તા,12
દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં કાલે તા.13મી એ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિ. ખગોળ વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકા, દક્ષિણ ઓસ્ટ્રેલીયમાં માનલકલ્યાણી સંશોધનો માટે પડાવ નાખી દીધો છે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અવકાશી ગ્રહણ સંબંધી રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે.
સંવત 2074 ના નિજ જયેષ્ઠ કૃષ્ણપક્ષ અમાસને શુક્રવાર તા.13 મી જુલાઈ 2018 ના દિવસે મિથુન રાશિ, પુનવર્ર્સુ નક્ષત્ર માં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે આ અઢી કલાકનું ગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, પેસીફિક, હિંદ મહાસાગરમાં અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે.
ગ્રહણ સ્પર્શ સવારે 07 કલાકને 18 મિનિટ, ગ્રહણ મધ્ય 08 કલાકને 31 મિનિટ, ગ્રહણ મોક્ષ 09 કલાકને 43 મિનિટ, ગ્રહણ ગ્રાસમાત 0.337 એટલે ખંડગ્રાસ સૂર્યગ્રહણને વિજ્ઞાન ઉપકરણથી ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી થશે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જ્યંત પંડયાએ જણાવ્યું કે વર્ષ 2018નું બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો નિહાળવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. વિદેશની ધરતી ઉપર અવકાશી નજારાની જબરી ઉત્કંઠા છે. ગ્રહણો માત્રને માત્ર ખગોળીય ઘટના છે. રાજ્યમાં જાથાએ જિલ્લા-તાલુકા મથકોએ સદસ્યોએ શુભેચ્છકોની મદદથી ગ્રહણની સમાજ આપવાના કાર્યક્રમો અમલમાં મુક્યો છે. વધુ માહિતી માટે મો.98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.