ચિલ્ડ્રન હોસ્પિ.ના બગીચામાં દર્દીઓના સગાના પર્સ સેરવી લેતા વધુ બે ઝડપાયા

  • ચિલ્ડ્રન હોસ્પિ.ના બગીચામાં દર્દીઓના સગાના પર્સ સેરવી લેતા વધુ બે ઝડપાયા
  • ચિલ્ડ્રન હોસ્પિ.ના બગીચામાં દર્દીઓના સગાના પર્સ સેરવી લેતા વધુ બે ઝડપાયા

રાજકોટ,તા.12
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા ખિસ્સાકાતરુઓ દરરોજ કોઈ ને કોઈ દર્દીના મોબાઈલ , રોકડ સેરવી લેતા હોય છે ત્યારે સોમનાથ, વાંકાનેર અને બિહારના ત્રણ દર્દીના સગાના પર્સ સેરવી લેતા બે શખ્સોને કે ટી ચિલ્ડ્રન વોર્ડ સામેથી દબોચી લઇ પોલીસને સોંપ્યા હતા તેમજ મોડી રાત્રે વોર્ડ નંબર 10માં અચાનક શોટ સર્કીટથી આગ લાગતા તાકીદે વોર્ડ ખાલી
કરાવવામાં આવ્યો હતો
સોમનાથના શીંગશર ગામના વાટી શબીર હુસેનભાઈના દીકરાના દીકરાને રાજકોટના કે ટી ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હોય તેની સામે તેઓ બગીચામાં સુતા હતા ત્યારે બે શખ્સોએ સબીરભાઇની નજર ચૂકવી તેમનું પર્સ તફડાવી ભાગવા જતા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી 800 રૂપિયા રોકડ ભરેલું પર્સ કબ્જે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વાંકાનેરના ઉકાભાઇ અને બિહારના ઉમેશ પાસવાનના પણ પાકીટ સેરવી લીધા હતા પરંતુ તેમાં કઈ મળ્યું ન હતું બંનેને પોલીસને સોંપ્યા હતા આ ઉપરાંત વોર્ડ નંબર 10ના પુરુષ વિભાગમાં અચાનક શોટ સર્કીટથી આગ ભભૂકી ઉઠતા નાશભાગ મચી જવા પામી હતી ઘટનાને પગલે તાકીદે આ વોર્ડ ખાલી કરાવી તમામ દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા