પાંચવડામાં મહિલાની હત્યામાં ‘બાવા’ના બદલે પતિ નીકળ્યો

  • પાંચવડામાં મહિલાની હત્યામાં ‘બાવા’ના બદલે પતિ નીકળ્યો
  • પાંચવડામાં મહિલાની હત્યામાં ‘બાવા’ના બદલે પતિ નીકળ્યો
  • પાંચવડામાં મહિલાની હત્યામાં ‘બાવા’ના બદલે પતિ નીકળ્યો

ભારે ચકચાર જગાવનાર હત્યા કેસ ઉપરથી પડદો ઉંચકતી પોલીસ   પત્નીના આડા સંબંધની શંકાથી પતિએ ધોકો ફટકારી માથુ ફાડી નાખ્યુ અને ‘બાવા’ની સ્ટોરી ઘડી કાઢી
રાજકોટ તા,25
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામે લેઉવા પટેલ મહિલાની હત્યામાં બે સાધુઓને શોધતી પોલીસે અંતે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પહેલેથી જ શંકાના પરિઘમાં રહેલ તેના પતિને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા જતા પોતે જ હત્યાનો પ્લાન ઘડી ખેતી કરવાના ધોકા જેવા હથિયારથી નિંદ્રાધીન પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું તપાસમાં ખુલતા ઇન્ચાર્જ એસપી બલરામ મીણાની આગેવાનીમાં હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાના વપરાયેલ હથિયાર પણ કબ્જે લેવામાં આવ્યું છે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સાધુની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામમાં જીવાપર રોડ પર રહેતાં જયશ્રીબેન અશોકભાઇ સાવલીયા નામના લેઉવા પટેલ મહિલાની શુક્રવારે સવારે ભિક્ષા માંગવા આવેલા બે સાધુ ભિક્ષા નહિ આપતા બોથડ પદાર્થ જીકી હત્યા નિપજાવી નાસી છૂટ્યાની ઘટનામાં ઇન્ચાર્જ એસપી બલરામ મીણાની આગેવાનીમાં તપાસ વેગવંતી બાનવી હતી અનેક સાધુઓને ડિટેન કરી પૂછપરછ કરી, સ્ક્રેચ બનાવવા સહિતની તૈયારી દર્શાવ્યા બાદ અંતે આ હત્યામાં મૃતક મહિલાના પતિ અશોકભાઈ લાલજીભાઈ સાવલિયાની જ સંડોવણી ખુલતા પોલીસે સકંજામાં લઇ આગવીઢબે પૂછપરછ કરતા પોતે ભાંગી પડ્યો હતો અને હત્યા પોતે જ કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી હત્યારા પતિ અશોકે પોલીસ સમક્ષ આપેલી કબૂલાતમાં જણાવ્યું હતું કે તેની પત્ની જયશ્રીના ગામના જ એક શખ્સ સાથે આડા સંબંધ હોય તેની તેને જાણ થઇ ગઈ હતી અને તેને જ લીધે પોતે હત્યાનો પ્લાન ઘડ્યો હતો
શુક્રવારે સવારે પ્લાનને અંજામ આપવા માટે પોતે ઘરે આવ્યો હતો અને ખેતી કરવાના ધોકા જેવા હથિયારથી નિંદ્રાધીન પત્નીને માથામાં જોરદાર ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા નિપજાવ્યા બાદ અશોકે તેની બંને દિકરીઓ અકશા તથા પાયલને સમજાવી દીધી હતી કે મેં તારી માતાની હત્યા નિપજાવી છે અને હું હવે વાડીએ જાવ છું થોડીવાર પછી તમે મને ફોન કરજો અને ભિક્ષા માંગવા આવેલા બે સાધુઓને 100 રૂપિયાને બદલે ભિક્ષામાં લોટ આપવાનું કહેતા ઝઘડો કરી બંને સાધુઓ હત્યા નિપજાવી નાસી છૂટ્યા હોવાનું જણાવજો પોલીસ પૂછે કે કોઈપણ પૂછે તો આ જ સ્ટોરી કહેજો તેવું કહી પોતે વાડીએ જતો રહ્યો હતો અને બાદમાં દીકરીઓએ ફોન કરતા તે દોડી આવ્યો હતો સમગ્ર ઘટનામાં પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલ પતિની અંતે ધરપકડ કરી પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબ્જે લીધું છે તેમજ આવા ગંભીર ગુનામાં પિતાનો સાથ આપતી બંને દીકરીઓ પણ પોલીસ પાસે અંતે પોપટ બની ગઈ હતી આ અંગે વધુ વિગતો એસપી બલરામ મીણા દ્વારા ગોંડલ ખાતે પત્રકાર પરિષદ યોજી આપવામાં આવશે. પત્નીને નજરે જોઈ જનાર પતિને પણ મોતનો ભય હતો
પત્નીના આડા સંબંધ અંગે જાણી ગયેલ પતિ અશોક એકવખત પત્નીને નજરો નજર જોઈ ગયો હતો જેની પત્નીને પણ જાણ થઇ ગઈ હતી આવી પરિસ્થિતિમાં જો તેણે પત્નીની હત્યા નિપજાવી નો હોત તો કદાચ પત્ની અશોકનો કાટો કાઢી નાખવાનો પ્લાન બનાવી મોતને ઘાટ ઉતારી દેત તેવો ભય સતાવતો હતો.
હત્યા નિપજાવી હથિયાર ઘર નજીક ખાડો ખોદીને છુપાવી દીધું’તું
બેરહેમીથી પત્નીની હત્યા નિપજાવી હત્યારા પતિ અશોકે વાડીએ જતા પહેલા હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર ઘર નજીક જ ખાડો ખોદીને છુપાવી દીધું હતું અને આ હથિયાર પણ પોલીસે કબ્જે કર્યું હતું.