જૂનાગઢમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ વિરૂદ્ધ પોલીસનું નાઈટ કોમ્બીંગ: પાંચ ઝડપાયા

જુનાગઢ,તા.ર5
જુનાગઢ જીલ્લામાં દારૂ પી ને વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે ધોસ બોલવી હતી અને જુનાગઢ સહિત જીલ્લામા પોલીસે રાજાપાઠમાં વાહન ચાલકોને પકડી પાડી વાહન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુનાગઢ સી ડીવીઝન પોલીસે ગત રાત્રીના 1 વાગ્યે ટીંબાવાડી નજીકથી રાજેશ ઉર્ફે રાજુ ડાયાભાઈ મોરીને કેફી પીણુ પી સ્વીફટકાર ચલાવતા ઝડપી લઈ રૂા.પ લાખની કીમતની કાર કબ્જે લીધીહતી. જયારે કેશોદ પોલીસે ટીબી હોસ્પીટલ નજીકથી જુબેર ઉર્ફે સુબરાતશા અચુશાને પીધેલી હાલતમાં મોટરસાયકલ ચલાવતા મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો. તો માંગરોળ પોલીસે પ્રકાશ માધવજીભાઈ ચુડાસમાને કેફી પીણુ પી વગર લાયસન્સે મોટરસાયકલ ચલાવતા પકડી પાડયો હતો. માળીયા હાટીના પોલીસે ગીર સોમનાથના સાંગોદ્રા ગામના ઈસ્માઈલ ઓસમાણ લાખાને લાડુળી ગામ પાસેથી મોટર સાયકલ સાથે તેમજ સી ડીવી પોલીસે લક્ષ્મણ ઉર્ફે વિપુલ જેઠા મોરીને કેફી પીણુ પીધેલ હાલતમાં સ્વીફટ કાર ચલાવતા,માંગરોળ પોલીસે નરેન્દ્ર કાનજીભાઈ જેઠવાને પીધેલી હાલતમાં બાઈક ચલાવતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.