જામનગર જિલ્લામાં જૂગાર રમતા ર1 શખ્સો ઝડપાયા

  • જામનગર જિલ્લામાં જૂગાર રમતા ર1 શખ્સો ઝડપાયા

પાંચ સ્થળે દરોડામાં 70 હજારનો મુદ્દામાલ કબજે
જામનગર તા.રપ
જામનગર જીલ્લાના લાલપુર પંથકમાં તેમજ કાલાવડ પંથકમાં પોલીસે જુદા- જુદા પાંચ સ્થળોએ જુગાર અંગે દરોડાઓ પાડયા હતા અને રૂા. સીતેર હજારની રોકડ રકમ તેમજ જુગારના સાહિત્ય સાથે 21 આરોપીઓની ધરપકડ કરી છે
જામજોધપુર તાલુકાના લલોઇ ગામાં ગઇકાલે શેઠવડાળા પોલીસની ટીમે જુગાર અંગે દરોડા પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેાલ રીયાઝ હબીબભાઇ ખુરેશી, સલીમ હુશેન ખુરેશી, અજરૂદીન ઓસમાણભાઇ ખુરેશી, જાન મામદ આરબી ખુરેશી અને ભાવેશ અમરાભાઇ ખરાની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂા. 5440ની માલમતા કબ્જે કરી છે
બીજો દરોડો કાલાવડ તાલુકાના સાપરા ગામમાં પાડયો હતો જયાંથી જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રાજેશ જેન્તીભાઇ બારીયા હરપાલભાઇ રાણાભાઇ માલધારી મીલન મનસુખભાઇ બાબરીયા, અમૃત વાલજીભાઇ બાબરીયા અને વિક્રમ ચનાભાઇ બાબરીયાની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂા. 38360 ની માલમતા કબ્જે કરી છે.
ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના રીનારી ગામમાં પાડયો હતો જયાંથી ગંજીપાના ટીંચી રહેલા મનોજ દેવજી અરવિંદભાઇ ભીખાભાઇ કોડીનારીયા અને મગન કાળાભાઇ પટેલની કાલાવડ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂા. 14630 માલમતા કબ્જે કરી છે.
ચોથો દરોડો લાલપુર તાલુકાના ઝાખર ગામમાં પાડયો હતો જયાંથી જાહેરમાં ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા નીતીન પ્રકાશભાઇ દરજી, બાઉદીન કાસમભાઇ લંઘા અને સંગ્રામ સંગ રાજેશ સંગ રાજપુતની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂા. 10470 ની માલમતા કબ્જે કરી છે. જયારે પાંચમો દરોડો લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં પાડયો હતો જયાંથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા દેવશી દેવાભાઇ કરંગીયા, ખીમાભાઇ લખુભાઇ કરંગીયા અને મુરાભાઇ લખુભાઇ સિંચની પોલીસ ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂા. 1490ની રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યુ છે.