હે રામ! હવે ‘વાઇરલ’ થયા જેરામ!

  • હે રામ! હવે ‘વાઇરલ’ થયા જેરામ!

વાઇરલ વીડિયોમાં નીતિન પટેલ સાથે 10-15 લાખનાં લેવડ દેવડનાં ઉલ્લેખથી હડકંપ! હાર્દિકની શહીદ યાત્રાનાં પ્રારંભે જ વાઇરલ વીડિયોથી અનેક તર્ક-વિતર્ક પાટીદાર અનામત આંદોલન તોડી પાડવા ‘ભૂમિકા’ અંગે જોરશોરથી ચર્ચા રાજકોટ તા.25
એક તરફ ઘણાલાંબા સમયબાદ હાર્દિક પટેલ દ્વારા શહિદ યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે જ ઉમિયા સિદસર ધામ સાથે સંકળાયેલા જેરામ બાપાનો વીડિયો વાયરલ થતાં ભૂકંપ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં જેરામભાઈ સ્પષ્ટ રીતે રૂા.10થી 15 લાખની લેવડ દેવડની વાત કરે છે. આ લેવડ-દેવડની વાત કરે છે. આ લેવડ-દેવડ શાના માટે? પૈસા કોને આપવાના હતા? કયાંથી લેવાના હતા? કયાં હેતુ માટે લેવાના હતા? પાટિદાર અનામત આંદોલનને અસર થાય તે માટે આ લેવડ - દેવડ હતી? વગેરે અનેક પ્રશ્ર્નોની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.
લોકસભા ચૂંટણીને આડે કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે અને ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન જોર પકડી રહ્યું છે. હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ દ્વારા શહીદ યાત્રાનો પ્રારંભ કરાયો છે. ત્યારે બીજી તરફ આંદોલનને આંચકો લાગે તેવો વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ કથિત વીડિયોમાં ઉમિયા સિદસર ધામ સંસ્થા સાથે જોડાયેલા જેરામ બાપા નીતિન પટેલ સાથે 10થી 15 લાખ રૂપિયાની લેવડ - દેવડની વાત કરી રહ્યા છે. અનામતને લઈને ચાલી રહેલા પાટીદારોના આંદોલનમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઉમિયા સિદસર ધામ સંસ્થા સાથે જોડાયેલ જેરામ વાંસજડિયા (જેરામ બાપા)નો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ 10થી 15 લાખ રૂપિયાની લેવડ દેવડની વાત કરી રહ્યા છે, આ વીડિયો આંદોલન સાથે જોડાયેલા જ કોઈ વ્યક્તિએ બનાવ્યો હોવાનું લાગી રહ્યું છે, વીડિયોમાં સાંભળી શકો છો કે જેરામ વાંસજડિયાની લાખો રૂપિયાની ચર્ચામાં કોઈ નીતિન પટેલ અને સી.કે. પટેલની વાત કરી રહ્યા છે, સી કે પટેલ પર પહેલા પણ પૈસાની હેરાફેરીના આરોપ લાગ્યા છે, અહી સવાલ એ થાય છે કે પાટીદાર સમાજના અગ્રણી જે રૂપિયાની લેવડદેવડની વાત કરી રહ્યા છે તે કયા કામ માટે આપવાના હતા ? શું પાટીદારોનું આંદોલન તોડી નાખવા હાર્દિક પટેલનો વિરોધ કરવા કે પછી આંદોલનની માહિતી મેળવવા આ ષડયંત્ર રચાયું હતું ? તેવી જોરશોરથી ચર્ચાઓ જામી છે.
જેરામ વાંસજડિયા અનેક નેતાઓની નજીકના વ્યક્તિ છે અને પાટીદાર આંદોલન તોડવા તેમની મહત્વની ભૂમિકા હોવાના પાસ ક્ધવીનરો આરોપ લગાવી ચુક્યા છે, અગાઉ પાસમાંથી જે લોકો ભાજપમાં ગયા છે. તેમને રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે અને આ ડીલમાં જેરામ વાંસજડિયાની મોટી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આંદોલન વેગ પકડી રહ્યું હતું, ત્યારે જેરામ વાંસજડિયા પાસના ક્ધવીનરોને મળવા જેલમાં જતા હતા, તેમની આ મુલાકાતો પર પણ અનેક સવાલ ઉભા થયા હતા.
થોડા દિવસો પહેલા સુરતના મુકેશ પટેલ અને કડીના મનસુખભાઈનો પૈસાની લેતી દેતીની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમના પર આરોપ છે કે આ લોકોએ રાજકીય પાર્ટીના ઈશરે આંદોલન તોડવા કેટલાક ક્ધવીનરોને રૂપિયાની ઓફર કરી હતી. જેની વાતચીત આ વીડિયોમાં દેખાઈ રહી હતી, ત્યારે હવે કહેવાતા સમાજના આગેવાન જેરામ બાપાનો વધુ એક વીડિયો સામે આવતા પાટીદાર સમાજ પ્રત્યેની તેમની ફરજો પર શંકા વ્યકત થઈ રહી છે. પાીદાર સમાજે તેમને જે સ્થાન આપ્યું છે તે સ્થાનની ગરિમા લજવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ? જો જયરામ વાંસજડિયાએ પાટીદાર અનામત આંદોલન તોડવા કોઈ પ્રયાસ કર્યા હોય તો સમાજમાં તેઓ રોષનો ભોગ બનશે તે નક્કી છે, શું શહીદોના પરિવારો તેમને માફ કરશે ? શું સમાજ સામે કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે ? અનેક પ્રશ્ર્નો આ વીડિયો પરથી ઉભા થઈ રહ્યા છે, સાથે જે સૌથી મોટો સવાલ એ છે કે જો આંદોલન તોડવા રૂપિયા વહેંચવામાં આવ્યા હોય તો શું તે રૂપિયા પાટીદાર સમાજના હતા કે પછી અન્ય કોઈ રાજકીય પાર્ટીના હતા ?
જો પાટીદાર સમાજની સંસ્થાઓના રૂપિયાનો ઉપયોગ સમાજની સામે જ કરવામાં આવ્યો હોય તો તે કેટલું યોગ્ય છે ? અગાઉ પણ જેરામ બાપા પર સમાજની કરોડો રૂપિયાની જમીનમાં ગેરરીતી મામલે આરોપ લાગ્યા છે, અનેક પાટીદારોની રાજકીય કારકીર્દી પુરી કરી નાખવાના પણ આક્ષેપ થયા છે, ત્યારે જોવું રહેવું કે આ વીડિયો જોયા પછી પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓ અને અન્ય પાટીદાર શું પગલા ભરશે, આ મામલે હજુ પણ નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.