લાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે! છાત્રે તૈયાર કર્યો સોફટવેર!

  • લાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન  આવે! છાત્રે તૈયાર કર્યો સોફટવેર!


અમદાવાદ તા.23
દિન પ્રતિદિન વધતી ગરમીને કારણે ઈલેક્ટ્રિસિટી ક્ધઝપ્શનમાં પણ વધારો થયો છે, પછી ભલે એ રેસિડેન્શિયલ હોય કે ઈન્ડસ્ટ્રી. સૌ કોઈ લાઇટના આવતા મસમોટા બીલથી પરેશાન થઈ ગયાં છે. ત્યારે લાઈટ પણ ચાલે અને લાઇટ બિલ પણ ન આવે તેવું સોફ્ટવેર સિટીના પંડિત દીનદયાળ પેટ્રોલિમ યુનિવર્સિટીના આઇ.આઇ.સી.ના આનંદકુમારે બનાવેલ છે. હાલ આ પ્રોજેક્ટ સ્કૂલ્સ, કોલેજ, યુનિવર્સિટી, ઈન્ડસ્ટ્રીઝ, તેમજ કમર્શિયલ માટે શરૂ કરવામાં આવેલ છે. આખું સોફ્ટવેર સ્માર્ટ ગ્રીડ ઉપર કામ કરશે. જે ઝીરો એનર્જીનો ઉપયોગ કરશે. આ અંગે વાત કરતાં આનંદ કુમારે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રી કે સ્કૂલ્સ, કોલેજોમા સ્ટ્રીટ લાઈટસ ચાલુને ચાલુ રહેતી હોવાથી લાઈટ બિલ વધુ આવે છે. ઉપરાંત કોર્પોરેશનનો મોટાભાગના પૈસા લાઈટ બિલ ચૂકવવામાં જતા રહેતા હાવાથી સ્માર્ટ ગ્રીડ સિસ્ટમ ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલાં 240 વોલ્ટની સ્ટ્રીટ લાઈટને 40 વોલ્ટની સ્માર્ટ એલ.ઈ.ડી. લાઈટ સાથે ક્ધવર્ટ કરી રેડિયો ફ્રિક્વન્સી(આર.એફ.)ચીપ સાથે ઈન્ટિગ્રેટ કરી દેવાશે, આનાથી સ્ટ્રીટ લાઈટ એક બીજા સાથે વાતો કરશે એટલે ડીટીયુ(ડેટા ક્ધસન્ટ્રેટર યુનિટ)માં બધાં ડેટા સ્ટારો થશે. જ્યાં કઈ લાઈટને ઓન, કઈ લાઈટને ઓફ કે કોને ડીમ કરવી તેની ખબર પડશે.
સાથેજ બધી લાઈટો માટે સોલર રૂફટોપ સાથે કનેક્ટ કરવાથી લાઈટ બિલ નહીં આવે. સાથે જ સ્માર્ટ મીટરિંગ પણ કરવામાં આવશે જેનાથી દર પંદર મિનિટે લાઇટ ક્ધઝપ્શનની અપડેટ આપશે. આજે ગણી કંપનીઓ છે જે સ્ટ્રીટ લાઈટ ઓટોમેશન સર્વિસ પ્રોવાઈડ કરે છે પરંતુ કોઈ પણ કંપની રીયલ ટાઈમમાં એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પ્રોવાઈડ નથી કરતી, ઈન્ડસ્ટ્રી અને સ્કૂલ્સ, કોલેજોને ઉપયોગી થાય માટે સોફ્ટવેર એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવી.