સ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો

  • સ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ  ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો

આસિસ્ટન્ટની 767 જગ્યા માટે ભરતી થશે
અમદાવાદ તા.23
જો તમે ગ્રેજ્યુએટ થયા હોવ અને નોકરી ના હોય તો આ ખબર તમારે વાંચવી જ રહી, કારણ કે આ
ખબર એવી છે કે તમને ચોંકાવી દેશે. જી, હા ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટના પદ માટે
ભરતી થવાની છે. જાણો છો પગાર કેટલો છે.
ગુજરાતમાં જે લોકોએ ગ્રેજ્યુએટ કર્યું હોય તેમણે એપ્લાય કરવા જેવું છે. આ ભરતીમાં 767 ઉમેદવારો લેવાના છે. જો તમારૂં નસીબ કામ કરતું હશે તો આ નોકરી તમને જ મળશે. આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હોવ અને તેમને કમ્પ્યુટર આવડતું હશે તો તમે સીધું એપ્લાય કરી શકો છો.
આટલી બઘી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થવાની છે. તમે પણ યોગ્ય હોઇ શકો છો. પસંદગી પામશો તો તમને લાયકાત પ્રમાણે 19900 થી 63200 રૂપિયા સુધીનો પે-સ્કેલ મળશે. જનરલ કેટેગરીના 408 ઉમેદવારો, એસઇબીસી 196 ઉમેદવારો, એસસીના 37 ઉમેદવારો તેમજ એસટીના 126 ઉમેદવારોની પસંદગી થવાની છે.
અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. કમ્પ્યુટરનું નોલેજ હોવું અને સારી ટાઇપિંગ સ્પીડ પણ જોઇશે. 21 થી 35 વર્ષનો કોઇપણ યુવક એપ્લાય કરી શકે છે. નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયછૂટ અપાશે. અપ્લાય કરવા માટે એસસી-એસટીના ઉમેદવારોએ 300 રૂપિયા એપ્લિકેશન ચાર્જ અને અન્ય બેન્ક ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે અન્ય ઉમેદવારોએ 600 રૂપિયા ફી ભરવી પડશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ, 2018 છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત અને પ્રેક્ટિકલ સ્કીલ (ટાઈપિંગ) ટેસ્ટ આપવી પડશે. મેરિટના આધારે નોકરી મળશે.