ઘનિષ્ઠ સફાઈનું સુરસુરિયું, રાજકોટ 35માં ક્રમે: કાલરિયા

‘વન ડે વન રોડ’ નો દેખાડો અંતે ડિંડક સાબિત
કરોડોનું આંધણ કર્યા બાદ પણ ગંદકી સાફ કરવામાં તંત્ર નિષ્ફળ: ઉપ વિપક્ષી નેતા રાજકોટ તા,25
મનપામાં વિપક્ષનાં ઉપનેતા મનસુખી કાલરિયાએ વન ડે વન રોડ અને અનિષ્ઠ સફાઈ કામગીરીને ડિંડક ગણાવ્યુ છે એક યાદીમાં જણાવ્યુ છે કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વે ના જાહેર થયેલ પરિણામો માં રાજકોટ શહેરનો 35 મો ક્રમ આવેલ છે જે મનપાના શાસકો અને તંત્ર માટે શરમજનક બાબત કહેવાય.
સ્માર્ટસીટીની મોટી મોટી વાતો, ‘ધનિષ્ટ સફાઈ ઝુંબેશ’ ‘વન ડે વન વોર્ડ’ જેવા તાયફાઓ, કરોડોની ગ્રાન્ટ છતાં પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સફાઈ નિયમિત થતી નથી, ટીવરવેન સેવા ખૂબજ અનિયમિત છે. ન્યુસન્સ પોઈન્ટ બનેલા સેંકડો ખૂલ્લા પ્લોટ જૈસે થે જ છે. મચ્છર અને જીવજંતુનાશક મેલેથીઓન પાવડરનો જરૂર મુજબ છંટકાવ થતો નથી તથા તેની ગુણવતા પણ શંકાના દાયરામાં છે. આવી સ્થિતિ વચ્ચે માત્ર રેન્કીંગ આધારીત વાહવાહી મેળવવામાં માહિર મનપાના શાસકો અને તંત્ર માટે તો આ સર્વે માં 35 માં ક્રમે ધકે-લાઈ જઈને એ બદાનુ પણ છીનવાઈ ગયુ છે. અને રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેમાં રાજકોટ શહેર અગાઉ 7 માં ક્રમે પછી 18માં ક્રમે અને હવે 35માં ક્રમે ધકેલાઈ ગયુ છે.