નવી મુંબઈમાં ડુંગર-અજરામર પરિવારના સંતોનું મિલન: ભાવિકો પણ જોડાયા

શ્રીવાસી સ્થાનકવાસી જૈન સંઘ, નવી મુંબઈ ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ.ભાવચંદ્રજી મ.સા. ઠાણા-7 બિરાજીત હોઈ તા.13ના ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરૂદેવ પધારતાં સંતોનું મિલન યોજાતા ઉમંગ છવાયો હતો.
તા.14ના પૂ.ભાવચંદ્રજી સ્વામીની 16 દિવસીય મૌન સાધનાના સમાપન પ્રસંગે સવારે રાઈય પ્રતિક્રમણ બાદ નવકારશી અને મહા માંગલીકનું આયોજન કરાયુ હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
પૂ.વર્ષાકુમાજી મ.સા.એ ગુરૂકૃપાથી નવ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરતા 153 આયંબિલની આરાધના થયેલ. શ્રી હિંગવાલ સંઘના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ કામદારે પૂ.ભાવચંદ્રજી મ.સા.ના. તા.14/7 ના પ્રવેશ સમારોહમાં પધારવા સકલ સંઘને અનુરોધ કરેલ. પૂ. શ્રી ધિરજમુનિ મ.સા.તા.15ના ઘાટકોપર પર્ધાયા બાદ તા.17 ને રવિવારે મહેશભાઈ મોહનલાલ રૂપાણી જૈન જયતિ શાસનમ્ ડોમનો ઉદઘાટન વિધિ યોજાશે.