શાપરમાં કારખાનેદારને ઝેરી દવા પીવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે ગુનો

44 લાખના 89 લાખ ચૂકવ્યા હોવા છતાં 9 શખ્સો ધમકી આપતા હતા
રાજકોટ,તા.14
શહેરમાં વ્યાજંકવાદનું દુષણ ડામવામાં પોલીસના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે ત્યારે વ્યાજખોરોથી ત્રાસી નહેરૂનગરમાં રહેતાં પટેલ કારખાનેદારે શાપરમા ફિનાઇલ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. તેણે એક ચિઠ્ઠી પણ લખી છે જેમાં 9 વ્યાજખોરોથી કંટાળીને પગલુ ભર્યાનું જણાવ્યું હોય પોલીસે 9 વ્યાજના વરુઓ સામે મનીલેન્ડ એક્ટ મુજબ ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
અટીકા આહિર ચોકમાં રહેતાં અલ્પેશભાઇ ગોરધનભાઇ બાબરીયા નામના પટેલ કારખાનેદારે બે દિવસ પૂર્વે શાપરમાં પોતાના કારખાનામાં જ ફિનાઇલની બે બોટલ પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતાં અલ્પેશભાઈ બાબરીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણવ્યું હતું કે તેઓ બે ભાઇ અને બે બહેનમાં વચેટ છે. તેને શાપરમાં શ્રી ગણેશ નામે પ્લાસ્ટીકનું કારખાનુ હતું. ધંધાના કામે તેણે જુદા-જુદા લોકો પાસેથી લાખોની રકમ અલગ-અલગ ટકે વ્યાજે લીધી હતી. તેની સામે બમણી કે દોઢી રકમ વ્યાજ રૂપે ચુકવી દીધી હોવા છતાં વધુ રકમ માંગી વ્યાજખોરો ધમકી આપતાં હોવાથી કંટાળી ફિનાઈલ પી લીધી હતી.પોતે લીધેલા 44 લાખ રૂપિયાના વ્યાજ સહીત 89 લાખ 85 હજાર ચૂકવી દીધા હોવા છતાં નિર્મળભાઇ બોરીચા, નારણભાઇ કોરાટ, ભાવેશભાઇ નારણભાઇના જમાઇ, સંજયભાઇ કોરાટ, ક્રિષ્નાબેન કોરાટ, નિહરા કોરાટ ઉર્ફ ભોલો, મુન્નાભાઇ બાલાસરા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા આ ઉપરાંત તેઓએ આપેલા કોરા ચેકમાં પણ બળજબરીથી સહી કરાવી લીધી હતી
હરિભાઇ અને ક્રિષ્નાબેન કોરાટ પાસેથી 3 લાખ લીધા હતાં તેની સામે 3 લાખ 10 હજાર ચુકવ્યા છે છતાં વધુ નાણા માંગે છે. ભાવેશ પાસેથી 5 લાખ લધા તેની સામે 7.25 લાખ આપી દીધા છે, નારણભાઇ પાસેથી 3.50 લાખ લીધા તેની સામે 16.80 લાખ દીધા છે, નિર્મળ પાસેથી 39 લાખ લીધા તેની સામે 59 લાખ આપી દીધા છે. આ વ્યાજ ચુકવવા કારખાનુ પણ વેંચાઇ ગયું છે. આમ છતાં આ લોકો વધુને વધુ રકમ માંગી હેરાન કરતાં હતાં.આ અંગે પીએસઆઇ ડી એન વાજા વધુ તપાસ ચલાવી રહ્યા છે