શનિવારે કિડની અને તેના રોગો અંગે પરિસંવાદ યોજાશે


રાજકોટ તા.14
ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન અને બિન નફાથી અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વૈચ્છીક સંસ્થા છે. જે ચીનુભાઈ આર. શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા 16 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કિડની અને કિડનીના રોગો અંગે લોક જાગૃતિ, દર્દીઓના પુન:વર્સન, ચિકિત્સા, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં કાર્યરત છે. સંસ્થા દ્વારા કિડનીના રોગો વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે તા.16 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન ઓડીટોરીયમ હોલ લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની સાથે સાથે દર્દીઓના દુ:ખ ભુલાવવા માટે અને આનંદ કરાવવા માટે લોક સાહિત્યકાર રામભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્ય રસ પીરસશે.
સેમીનારમાં રમેશભાઈ ચાવડા (જલારામ હોસ્પીટલ), કેતનભાઈ (વ્હોકાર્ડ હોસ્પીટલ), રાકેશભાઈ (બી.ટી.સવાણી હોસ્પીટલ), હરેશભાઈ દોશી (દોશી હોસ્પીટલ), જિતેન્દ્રભાઈ (સદભાવના હોસ્પીટલ), નેહલબેન (સ્ટર્લિગ હોસ્પીટલ) દ્વારા કિડનીને લગતા રોગો અંગે પ્રશ્ર્નોતરી તથા રાજકોટનાં ડાયાલીસીસ ટેકનીશીયન મિત્રો દ્વારા માર્ગદર્શન અપાશે. કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ સરધારા (મો.92272 51585), ડો.રમેશભાઈ ભાયાણી, મિતલ ખેતાણી, ભાસ્કરભાઈ પારેખ, અશોકભાઈ સવજાણી, દિનેશભાઈ પરમાર, હિંમાશુ ભટ્ટી, ડોલાશીયા, ધવલ બુટાણીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.