ઉનામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાકટરોની 18મી થી અચોકકસ મુદતની હડતાલની ચિમકી

ઉના તા,14
ઉના તાલુકામાં પીજીવીસીએલ ના કોન્ટ્રાકટરોની માંગણી અને ભાવ વધારો અંગે કચ્છ અને અંજાર સર્કલના કોન્ટ્રાકટર એસોશિએશન ને ટેકો આપવા અંગે હડતાલ કરી અને આગળ નું કાર્ય ઠપ કર્યુ હતું.
તા.13 જુન 2018 સવારે 10 કલાકે સમસ્ત ઉના ડિવિઝન હેઠળના તમામ પી.જી.વી.સી.એલ. ના કોન્ટ્રાકટરરો સાથે મળીને ભાવ વધારાના મુદે કચ્છ અને અંજાર સર્કલમાં ચાલતા કોન્ટ્રાકટર એસોશિએશન ના ધરણા ઉપરાંત કામકાજ બંધ ના એલાનને ઉના ડિવિઝન ના તમામ પી.જી.વી.સી.એલ. ના કોન્ટ્રાકટર સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો, તો આં અનન્વય આવેદન પત્ર પણ આપ્યું કે છેલ્લા પાંચ વર્ષ થી લેબરકામ ના ભાવમાં તેમજ વાહનભાડાના ભાવમાં કોઈપણ જાતનો ભાવ વધારો થયો નથી સામે એમને લેબરચાર્જમાં, ટ્રાન્સપોટેશન અને ડિઝલમાં અસહૃય ભાવ વધારે થયેલ છે. તેથી એમને ખુબ જ આર્થિક નુકશાન થાય છે, જો ભાવ વધારો ન થાય તો જેના અનન્વય અમો ઉના ડિવિઝનના તમામ પી.જી.વી.સી.એલ. ના દરેક કોન્ટ્રાકટર એસોશિએશન ને ટેકો જાહેર કરી અને તેમની સાથે રહીને યોગ્ય સમય માં નિર્ણય નહિ આવે તો પી.જી.વી.સી.એલ. ના દરેક કોન્ટ્રાકટરો તારીખ:15/6 થી ધરણા ઉપર જશે અને યોગ્ય નિર્ણય નહિ આવે તો:-18/6 થી અચોક્કસ મુદત સુધી ની ઉના ડિવિઝનના લેબર કામના કોન્ટ્રાકટરો, વાહનભાડાના કોન્ટ્રાકટરો તેમજ અન્ય બીજા બધા કેન્ટ્રાકટરો એમના સંપૂર્ણ કામકાજ બંધ કરી દેશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. (તસ્વીર:રવિ શર્મા)