ગુમ થયેલ છે-ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય

સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ થતાં ધારાસભ્યની બેઈજજતી: ખુદ કોંગી કાર્યકરોએ જ રોષ વ્યકત કર્યો
ધ્રાંગધ્રા તા.22
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પોતે પોતાના જ કાયઁકતાઁઓને ભુલી ગયા હોવાની વાત સામે આવી છે જેમા ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા 2017ની વિધાનસભા ચુટણી જીતી ગયા બાદ ધ્રાગધ્રામા ફરક્યા જ ન હોય જેથી પોતાના કોગ્રેસી કાયઁકતાઁઓના રોષનો ભોગ આ ધારાસભ્યને બનવુ પડ્યુ છે. આ બાબતની વિગતવાર વાત કરીએ તો ગઇકાલે મોડી રાત્રે અચાનક ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા ગુમ થયા હોવાનો મેસેજ સોસીયલ મિડીયામા વાયરલ થયો હતો. જે મેસેજમા નસ્ત્રધારાસભ્ય મતદાતાઓને ખોટા વચનો આપીને બાદમા દેખાયા નથીસ્ત્રસ્ત્ર તેવો ઉલ્લેખ કરાયો હતો જ્યારે આ મેસેજ કોઇ સામાન્ય મતદાતાઓ અ:અવારા નહિ પરંતુ ધ્રાગધ્રા યુથ કોગ્રેસના પ્રમુખ દ્વારા જ વાયરલ કરાયો હોવાની વિગત મળી હતી. જેમા ધ્રાગધ્રા યુથ કોગ્રેસના કાયઁકતાઁઓ દ્વારા અગાઉ પણ ધારાસભ્યની નિતીઓને લઇને રોષ જોવા મળતો હતો ત્યારે હવે તો યુથ કોગ્રેસના પ્રમુખ પોતે આ મેસેજ વાયરલ કરી ધારાસભ્યની કાયઁકતાઁઓ પ્રત્યેની ભાવના છતી થઇ હતી. ત્યારે આ બાબતે ધ્રાગધ્રા યુથ કોગ્રેસના પ્રમુખ સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે આ મેસેજ પોતેજ વાયરલ કરેલ છે અને જે ધારાસભ્ય પોતાના જ કાયઁકતાઁને અળગા રાખતા હોય તો પછી તે કાયઁકતાઁઓને ધારાસભ્યની કોઇજ જરુર નથી.