અમદાવાદમાં યુવાને પત્ની અને 2 દીકરીને ‘શૂટ’ કરી

ધર્મેન્દ્ર શાહ નામના યુવાનના હુમલાથી ત્રણેના મોત: પોલીસ ઘટનાસ્થળે
અમદાવાદ તા,22
શહેરના વસ્ત્રાપુરના જજીસ બંગલો ખાતે ફાયરિંગ કરી ત્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. યુવાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્ની અને બે બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જજીસ બંગલોના રત્નમ ફ્લેટમાં ધર્મેન્દ્ર શાહ નામના વ્યક્તિએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્નીને 2 દીકરીઓને ગોળીએ
દીધી હતી. હત્યા બાદ શાહ ઘટનાસ્થળે જ રહ્યો હતો. ત્રિપલ મર્ડરની જાણ થતાં પરિવારજનો રત્નમ્ા ફ્લેટ દોડી ગયા હતા.