કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડક પહોંચાડતું જન કલ્યાણ ટ્રસ્ટ

જનકલ્યાણ સાર્વજનિક છે. ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાં રાજકોટના મધ્ય બસ સ્ટેન્ડમાં મુસાફરી કરતાં યાત્રાળુઓને ઠંડી છાસ તથા ઠંડા પાણીનું વિતરણ બુધવારે બપોરે 3 થી 5 કરાઈ રહ્યું છે. જેમાં 2000 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ સેવા કાર્યમાં દુર્ગાબેન ધિરજલાલ ઠાકર તથા નિતાબેન મયુભાઈ ઠાકરનો સહયોગ પ્રાપ્ત થયો છે.જનકલ્યાણ ટ્રસ્ટના કાર્યકર રસીકભાઈ ટાંક, કનુભાઈ પરમાર, દાતા મયુરભાઈ તથા નિતાબેન મહેશભાઈ ગોહેલ અજયભાઈ મહેતા વર્ષાબેન મહેતા હરેશભાઈ લાખાણી હીતેશભાઈ ધ્રાફાણી સુરેશભાઈ દવે વગેરેએ આયોજનને સફળ બનાવ્યું છે.