બળબળતા તાપમાં ફરજ બજાવતા ટ્રાફીક પોલીસને વરિયાળી શરબતનું વિતરણ

રાજકોટ, તા. 18
ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ માનવ સેવા ટ્રાફીક પોલીસ તેમજ શહેર પોલીસ બળબળતા 43 ડીગ્રી તાપમાં ખડે પગે ઉભા રહીને ફરજ બજાવતા હોય છે ત્યારે ટ્રાફીક પોલીસ અને શહેર પોલીસ તેમજ જનતાને વરીયાળીનું શરબત પીરસીને માનવ સેવા આપી હતી.
તેમજ પ્ર.નગર પોલીસ સ્ટેશન એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં તેમજ ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં પણ વરીયાળીનું શરબત પીરસવામાં આવ્યુ હતું.
આ સેવામાં અભય નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહિલ, હિતેષ જીંદાણી, નરેશ જામનાણી, જયદીપ પોપય, તુષાર ધામેલીયા, સાગર ચાવડા, ક્રિપાલસિંહ ગોહિલ, પ્રયાગ પોપટલ, કમલેશ ભકતાણી, પાર્થ રાણા, સચીનભાઈ કોટક, ઈમરાન અજમેરી, અનિલભાઈ જીંદાણી, કમલેશ જીવરાજાની સંદિપ ખેમાણી, નૈમીષ બગથરીયા, રાજેશ્ર્વરી સોનેજી, રવિ વાઘેલા વગેરે જોડાયા હતાં.