ત્રાકુડાની સગીરાને રાધનપુરનો શખ્સ ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાઈ

રાજકોટ તા.18: રાજકોટ જિલ્લામાં બે સગીરાઓની અપહરણની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે ગોંડલના ત્રાકુડા ગામેથી 14 વર્ષની સગીરાને રાધનપુરનો શખ્સ ઉઠાવી ગયાની અને વિછિયાના દડલી ગામેથી 17 વર્ષની સગીરાને પાડોશી શખ્સ ભગાડી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રાકુડા ગામે રહેતા રેખાબેન ભૂંડિયા નામના ભરવાડ પરિવારની 14 વર્ષની સગીરાને મૂળ રાધાનપુરનો અને અહીંયા ખેતીમાં મજૂરીકામ કરતો મુકેશ ભવાનભાઈ ઠાકોર નામનો શખ્સ બદકામના ઇરાદે ગત તારીખ 5ના રોજ ઉઠાવી જતા અપહરણની ફરિયાદ નોંધાવાઇ છે જયારે જસદણ તાલુકાના વિછિયાના દડલી ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ હાંડા નામના કોળી યુવાનની 17 વર્ષની દીકરીને આ જ ગામમાં રહેતો મહેશ ઉર્ફે મયલો હરેશભાઇ ઓળકીયા નામનો શખ્સ લગ્નની લાલચ આપી ગત તારીખ 14ના રોજ ઉઠાવી જતા અપહરણની ફરિયાદ નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે