મહિલા સંમેલન અને અભ્યાસ પ્રવાસ

સુરક્ષા સેતુ સોસાયટી અને કોઠારિયા કોલોની દ્વારા આયોજિત
રાજકોટ, તા. 18
સુરક્ષા સેતુ સોસાયટી શહેર પોલીસ અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે મહિલા સંમેલન અને અભ્યાસ પ્રવાસનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલીકાના ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ એ.વી.પીપરોતર (મહિલા પીએસઆઈ) વોર્ડ નં.14 ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ મહાનગાપાલીકાની પ્રોજેકટ શાખામાં વિવિધ રોજગારીલક્ષી યોજનાઓ ઉપલબપ્ધ છે. તદ ઉપરાંત ગોપાલ નમકીન (તા.લોધીકા જી.રાજકોટ)ના પ્રવાસમાં પણ તમામ મહિલાઓને સારી એવી ઉપયોગી જાણકારી મળશે આ પ્રકારના સંમેલનો અભ્યાસ પ્રવાસ મહિલોઓને જાગૃત રાખે છે.
મહિલા પીએસઆઈ એ.વી. પીપરોતરે જણાવેલ કે પોલીસ અને પ્રજા એક સિકકાની બે બાજુ છે પ્રજાનો સાથ જરૂરી છે. શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાઓ માટેની માહિતી આપવામાં આવી આજે તમામ ક્ષેત્રે મહિલાઓ એ પ્રગતિ કરી પુરૂષ સમોવડી બની છે.
ગજેન્દ્રસિંહે કાર્યક્રમનો હેતુ સમજાવેલ અને ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરેલ હતું. કાર્યક્રમમાં શહેરભરમાંથી જોડાયેલ મહિલાઓને સવારના નાસ્તા બપોરનું ભોજન સંસ્થા દ્વારા અપાયેલ નિ:શુલ્ક પ્રવાસ હતો.
કાર્યક્રમને સફળ બનાવવા એ.વી.જોશી (એલઆઈસી) હિંમતભાઈ લાબડીયા (એડવોકેટ), ગજેન્દ્રસિંહ ઝાલા જયાબેન ચૌહાણ, પારૂલબેન કડીવાર, જયોતિબેન માઢક, હંસાબેન સાપરીયા, ડીમ્પલબેન ગુજરાતી, મંજુલાબેન કોટડીયા, સ્મૃતિબેન જોષી, રમેશ પાબારી, ઉર્મિલાબેન યાદવ, સુનિતાબેન કીરી, ચેતનાબા પરમાર, પ્રિયંકા વિસરોલીયાએ જહેમત ઉઠાવેલ હતી.