સોહમનગરમાં પ્રેમિકાના બનેવીએ ધમકી આપતા પ્રેમીએ ઝેર ગટગટાવ્યું


ભંગારના ડેલા પાસે આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલે ખસેડાયો
રાજકોટ તા.18
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ સોહમનગરમાં રહેતા દલિત યુવાનને તેની પ્રેમિકાના બનેવીએ આ વિસ્તારમાં દેખાતો નહિ તેવું કહી ધમકી આપતા જિલ્લા ગાર્ડન ચોકમાં મોડી રાત્રે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ સોહમનગરમાં રહેતા અને રામનાથપરા જૂની જેલ પાસે ભંગારનો ડેલો ધરાવતા ચેતન ભરતભાઈ સારેસા નામના 19 વર્ષીય દલિત યુવાને ગત રાત્રે જિલ્લા ગાર્ડન ચોકમાં ઝેરી દવા પી તેના મિત્ર કાળુભાઈને ફોન કરીને જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો હોસ્પિટલના બિછાનેથી ચેતને જણાવ્યું હતું કે તેને સોહમનગરમાં જ રહેતી તેમની જ્ઞાતિની એક યુવતી સાથે પ્રેમસંબંધ છે તે યુવતી પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમ છતાં પ્રેમિકાના બનેવીએ ગઈકાલે આ વિસ્તારમાં દેખાતો નહિ અને પ્રેમસંબંધ તોડી નાખજે તેવું કહી ધમકી આપતા પોતે આ પગલું ભરી લીધું હતી ચેતનના માતા-પિતા હયાત નથી તે બે ભાઈઓમાં મોટો છે અને દાદા દાદી સાથે રહે છે બનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે