સ્ત્રી એકસાથે અનેક કામ કરવાની જન્મજાત પ્રતિભા ધરાવે છે: કરીના

અભિનેત્રી કહે છે -
સ્ત્રી ક્યારેય એક કરતા વધુ કામથી થાકતી કે કંટાળતી નથી મુંબઇ,તા.18
બાળકની માતા છો. કામ અને માતા તરીકેની જવાબદારી બન્નેેને શી રીતે પહોંચી વળો છો? ત્યારે કરીનાએ કહ્યું કે માત્ર હું નહી, દરેક મહિલા એક કરતાં વધુ કામ એક સાથે કરવાની જન્મજાત પ્રતિભા લઇને અવતરતી હોય છે. સ્ત્રી કયારેય એક કરતાં વધુ કામથી કંટાળતી કે થાકતી નથી. એનામાં એ શકિત જન્મજાત હોય છે. એ દરેક કામને આસાનીથી પહોંચી વળતી હોય છે. જોકે પછી એણે સ્પષ્ટતા કરી હતી કે મેં અને સૈફે એવી સમજૂતી કરી છે કે એક જણ કામ માટે બહાર હોય ત્યારે બીજી વ્યકિતએ તૈમૂર સાથે ઘરે રહેવું. આમ તૈમૂર પાસે અમારા બન્નેમાંથી એક વ્યકિત હાજર હોય છે અને હવે તો મહાનગરોમાં બેબીસીટર્સની સેવા પણ સહેલાઇથી ઉપલબ્ધ થતી હોફ છે. અમારા સદભાગ્યે અમને બેસ્ટ બેબી સીટર મળી છે જે તૈમૂરને ચોવીસ કલાક સાચવે છે. અને હા, તૈમૂરનાં દાદીમાં અને નાના-નાની પણ એને લાડ કરવા સાચવવા હાજર હોય છે એ ભૂલાવું ન જોઇએ.