આજની પ્રાર્થના

આટલી તૈયારી છે
ઓ શરણાગતવત્સલ !
પતિત તરીકે હું મારો સ્વભાવ છોડતો નથી.
પણ, પતિતપાવન તરીકે તારો સ્વભાવ તું કેમ છોડે છે ?
તારા વિરહમાં ઝૂરતો રહું એટલું તો કરી દે.
તારા દ્વારે નહિ, તારા ખોળે આવ્યો છું.
ચંદનબાળાના બારણે તમે ગયા,
પણ મેં તો તમને હૃદયમાં બેસાડેલ છે.
છતાં કેમ તમે મને જવાબ નથી આપતાં ?
અનાર્યોને ધક્કો મારીને તમને કાઢી મુકયા,
છતાં તમે તેને ત્યાં ગયાં.
મેં તો તમને દિલમાં પ્રતિષ્ઠિત કર્યા છે,
છતાં તમે મારી વાત કેમ સાંભળતા નથી ?
મને આંતરશત્રુથી કેમ બચાવતા નથી ? - પૂજ્ય યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજ (ક્રમશ:)