ડો.સૈયદાના સાહેબના સાનીધ્યમાં નમાઝ પઢવા મુસ્લીમ બિરાદરો ઉમટયા

રમઝાન માસનો પ્રારંભ, આજે પ્રથમ રોઝુ
દેલમાલ ગામે દિદાર, જીઆરત સહિતના કાર્યક્રમો યોજાશે જસદણ, તા. 18
મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલગામ ગામે આવેલ વિખ્યાત ઓલીયા હસનફીર સાહેબની દરગાહ મુબારકમાં આજે શુક્રવારે સવારથીજ બહોળી સંખ્યામાં દેશ-વિદેશથી દાઉદી વ્હોરા બિરાદરો ઉમટી પડયા છે. સમાજના ત્રેપનમાં સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો.સૈયદના મુફદલભાઈ સાહેબ ગત વીકમાં ગુજરાતના દેલમાલ ગામે પધારેલ છે. ત્યારે દરરોજ તેમના દિદાર જીયારત અને વાજેબાત માટે હજારોની સંખ્યામાં વ્હોરા બિરાદરો અવર જવર કરી રહ્યા છે. અને તેમને માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની સગવડ છે આજે પવિત્ર રમઝાન માસનો પ્રથમ શુક્રવાર હોય ત્યારે તેમના સાનીધ્યમાં નમાઝ પઢવા માટે દેલમાલમાં આજે સવારથી જ વ્હોરા બિરાદરો ઉમટી પડયા છે. દાઅવતે હાદિયાન સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તાજદાર ડો.સૈયદના સાહેબનું રોકાણ હજુ તા.22ને મંગળવાર સુધીનું છે તેઓ અમદાવાદથી ખાસ હવાઈ જહાજ દ્વારા મુંબઈ જશે.