ગોંડલના મેસપર ગામેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે બે ઝડપાયા


હત્યાના બનાવ બાદ હથિયાર મળી આવતા ચકચાર : તપાસ શરૂ
રાજકોટ તા.18
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેસપર ગામે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મેસપરના ક્ષત્રિય યુવાન અને જામનગરના ગઢવી શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને રાખવાનું કારણ શું તે જાણવા તજવીજ હાથ ધરી છે
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેસપર ગામે તાજેતામાં થયેલ પોલીસ કોન્સ્ટેબલની હત્યા બાદ અમિત એન વસાવાની સૂચનાથી તાલુકા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવેલ હોય તે અન્વયે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મેસપર ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સતુભા જાડેજા અને જામનગર રહેતો કિશન ગઢવી આ બંને પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવી ચોક્કસ બાતમી આધારે બંનેને ઝડપી લઇ જડતી લેતા તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવતા બંનેની ધરપકડ કરી આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે