મેસપરમાં રાજકોટના કોન્સ્ટેબલની હત્યામાં વધુ ચાર આરોપી પકડાયા

ગોંડલ તા.18
ગોંડલ તાલુકાના મેસપર ગામે પાંચ દિવસ પહેલા રાજકોટના પોલીસ કોન્સ્ટેબલની થયેલ હત્યાની ઘટનામાં પોલીસે આજે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, એક બાળ આરોપી અને રાજકોટ ચેનલ જસ્ટિસ કોર્ટમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારના સાંજે તાલુકાના મેસપર ગામે ગિરાસદાર પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાતા રાજકોટના પોલીસ કમાન્ડો એવા નરેન્દ્રસિંહ જાડેજા ની નિર્મમ હત્યા થવા પામી હતી જેમાં રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા પહેલેથી જ તાલુકા પોલીસ હવાલે થઇ ગયેલ હોય પોલીસે તેની પૂછપરછ આદરી હતી જ્યારે બાકી રહેતા ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા તેમજ માધુભા પ્રવિણસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થતા આજે તાલુકા પોલીસ દ્વારા તેઓની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા અદાલતે તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ કેસમાં એક બાળ આરોપી હોય પોલીસે તેને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ રાજકોટ ખાતે ખસેડયો હતો. તાલુકા પોલીસના પ્રોબેશનલ એએસપી અમિત વસાવા, રાઇટર રાજભા ગોહિલ તેમજ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મેસપર ખાતે રાજભા જેઠુભા જાડેજા ના ઘર પર તલાસી લેતા ત્યાંથી રૂપિયા પાંચ હજારની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતાં તેને કબજે કરી રાજભા જાડેજા વિરુદ્ધ વધુમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.