મોરબીમાં પિતા-પુત્ર ઉપર આઠ શખ્સોનો હથિયારથી હુમલો

મોરબી તા.18
મોરબીના રવાપર રોડ પર પિતા-પુત્ર પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
મોરબીના યદુનંદન સોસાયટી માં રહેતા જીવણભાઈ ઉર્ફે હકભાઈ ખીમભાઈ કુંભરવાડિયા એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના તેના પુત્ર દેવ ને રવાપર ચોકડી પાસે રવાપરમાં રહેતા જયદીપ દેવદનભાઈ ડાંગર , આકાશ ઉર્ફે વાદી પટેલ , વિશાલ દેવદાનભાઈ ડાંગર, દેવદાનભાઈ ડાંગર અને ચાર અજાણ્યા માણસો આમ કુલ આઠ જેટલા શખસો એ સામાન્ય બાબતે તલવાર, ધારીયા જેવા હથિયાર સાથે મારવા માટે આવતા જેમાં દેવના પિતા જીવણભાઈ વચ્ચે આવતા પિતા-પુત્ર ને આ આઠ શખ્સો એ ગાળો આપી મારમર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જોધપર પાસે અકસ્માત
રાજકોટ રહેતા ભાવેશભાઈ ગુણવતભાઈ રવાણી પોતાની રીનોલ્ડ કાર જીજે 3 જેસી 7989 વાળી લઈને પુરપાટ ઝડપે જતો હોય દરમિયાન વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક કાર રોડની સાઈડમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક ભાવેશને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે અનિતાબહેન હેમાંતાલાલ દોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયા
મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ અમરનાથ મહાદેવના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા હરેશ ભુદરભાઈ કાલરીયા, ભરત ગાંડુભાઈ છનીયારા, અમરશી વીરજીભાઈ બારૈયા, દેવરાજ રામજીભાઈ વિલપરા, મનજી ભુરાભાઈ કાલરીયા, રમેશભાઈ પ્રભુભાઈ પાંચોટિયાને રોકડ રકમ રૂ.28210 સાથે ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.