રામપર ગામના સરપંચની ઉચાપતના પ્રકરણમાં ધરપકડ : ચાર દિવસના રીમાન્ડ


જામનગર પંથકમાં એક જ દિવસમાં અપમૃત્યુના બે બનાવ
જામનગર તા.18
જામનગર તાલુકાના રામપર ગામના સરપંચ અને પૂર્વ સરપંચ આહીર દંપતિ સામે પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રૂા. 32.77 લાખની ઉચાપત કરવા અંગેના પ્રકરણમાં પોલીસે સરપંચની ધરપકડ કરી છે અને અદાલત સમક્ષ રજુ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
જામનગર તાલુકાના રામપર ગામના વર્તમાન સરપંચ નારણભાઇ શિયાળ અને પૂર્વ સરપંચ તેમના પત્ની દ્વારા વર્ષ 2007 થી 2017 સુધીના સમયગાળા દરમ્યાન જુદી-જુદી યોજનાના કામો પૈકી રૂા. 32.77 લાખની ઉચાપત કર્યાનું જાહેર થયું હતું જે અંગે બન્ને સામે ગુન્હો નોંધવા માટે રામપર ગામના ચાર વ્યકિત દ્વારા આત્મવિલોપ્નની ચીમકી અપાયા પછી ડીડીઓ દ્વારા સસ્પેનની કાર્યવાહી કરાઇ હતી.
ત્યાર પછી પણ લડત ચાલુ રહેતા આખરે તાલુકા વિકાસ અધિકારી એના જે બોડા દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં સરપંચ દંપતિ સામે રૂા. 32.77 લાખની રકમની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાવાઇ હતી જે ઉચાપત અંગેના પ્રકરણમાં ગઇકાલે પંચકોશીએ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી સરપંચ નારણભાઇ શિયાળની ધરપકડ કરી છે અને વધુ પુછતાછ માટે રીમાન્ડ પર લેવા અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે ચાર દિવસની પોલીસ રીમાન્ડની માંગણી મંજુર કરી છે પોલીસ દ્વારા તેઓની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી દેવાઇ છે.