રમઝાનમાં ભારતે યુદ્ધ વિરામ સ્વીકાર્યો અને પાકિસ્તાને બેધડક ભંગ કર્યો!

સરહદે ભારતની 15 ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળા દાગ્યા: એક જવાનને ઇજા
જમ્મુ તા. 18
રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થયા બાદ એક્બાજુ સરકારએ  યુદ્ધવિરામની જાહેરાત ક્રી છે ત્યારે રમઝાનના પ્રથમ દિવસે  જ પાકિસ્તાને  યુદ્ધવિરામનો ભંગ ર્ક્યો છે જેમાં બીએસએફના એક્ જવાનને  ઇજા થઇ છે. જમ્મુ કાશ્મીરના  સાંબા અને ક્ઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક્ પાક્સ્તિાની રેન્જરો દ્વારા બુધવારના દિવસે  રાત્રિ ગાળા દરમિયાન 15 સરહદી ચોકી  ઉપર ગોળીબાર ર્ક્યો હતો. કેટલાક  આવાસી વિસ્તારમાં પણ ગોળીબાર ક્રાયો હતો. મોર્ટાર પણ ઝીંક્વામાં આવ્યા હતા. જેમાં બીએસએફના એક્ જવાનને  ઇજા થઇ છે.
અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારે  રમઝાનના પવિત્ર મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શરતી યુદ્ધવિરામની જાહેરાત ક્રી છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુતી દ્વારા રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન ખીણમાં એક્બાજુની યુદ્ધવિરામની અપીલને  શરતી મંજુરી આપી દીધી છે. મેહબૂબા મુતી દ્વારા રમઝાન દરમિયાન યુદ્ધવિરામની અપીલ ઉપર કેન્દ્ર સરકારને સુરક્ષા દળોને  ખીણમાં રમઝાનના ગાળા દરમિયાન કોઈપણ પ્રકારના  નવા ઓપરેશન શરૂ ન ક્રવા માટેના આદેશ આપી દીધા છે.
અલબત્ત કેન્દ્ર સરકારે કોઈ  આતંક્વાદી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળોનો  ત્રાસવાદીઓ સામે જવાબી કાર્યવાહી  ક્રવા માટે મંજુરી આપી છે. રમઝાન મહિનાની શરૂઆતથી એક્ રોજા પહેલા કેન્દ્ર સરકારે આ અંગેની  જાહેરાત ક્રી છે.