બગોદરા પાસેથી ગેસના ટેન્કરમાં છુપાવેલો 35 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો નવો કીમિયો પોલીસે નાકામ બનાવ્યો
વઢવાણ તા.18
બગોદરા નજીકથી 35 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ભારત ગેસના ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. આ ટેન્કરને બગોદરા નજીક એક હોટલમાં છેલ્લા બે દિવસથી પાર્ક કરાયું હતું. રાજસ્થાનના આ ટેન્કર અંગે આર.આર.સેલને ખાસ બાતમી મળી હતી. જેના આધારે આર.આર.સેલે તપાસ હાથ ધરતા જંગી માત્રામાં વિદેશી દારૂ ટેન્કરમાંથી મળી આવ્યો છે.
જોકે ગુજરાતમાં આ પ્રકારે દારૂ ઘુસાડવાની આ નવી મોડસ ઓપરેન્ડી છે. અને એક કરતા વધુ દારૂ ભરેલા ટેન્કર ગુજરાતમાં ઘુસાડાયા હોવાની પોલીસને આશંકા છે. જેના પગલે પોલીસે આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સાથે જ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ પણ વડોદરામાં બુટલેગરોએ નવો કીમિયો અપનાવ્યો હતો. સ્કૂલ બેગમાં દારુનો જથ્થો લઇ જઇ રહ્યા હતા. પરંતુ તેમનો આ કીમિયો પણ ના કામયાબ થયો. આમાં પણ તે ફાવી શક્યા નહી. પોલીસે ઝડપી
લીધો હતો.
મહત્વનું છે કે, સુરેન્દ્રનગરમાં ફિલ્મી સ્ટાઇલમાં પેટ્રોલના ટેન્કમાં લઇ જવાય રહ્યો હતો. રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ ચાલી રહી છે. પાડોશી રાજ્યમાંથી ગુજરાતમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. ઈન્ડિયન ઓઈલના ટેન્કરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશ દારુ પાર્ટી સ્પેશિયલની પેટીઓથી ઇન્ડિયન ઓઇલનું આખું ટેન્કર ભરેલું હતું. બગોદરા પાસેથી દારૂ ભરેલું ટેન્કર પોલીસે ઝડપી પાડયું. (રૂદ્રદતસિંહ રાઠોડ)