પત્ની સાથે પતિએ કર્યુ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

ગાંધીધામ તા. 17
માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે રહેતી પરિણીતા સાથે તેના પતિ દ્વારા સુષ્ટી વિરૂધ્ધ કૃત્ય આચરી શારીરિક માનસીક ત્રાસ આપતા પતિ સહિત પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યનો ભોગ બનનાર પરિણીતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેણીના પતિ અવિનાશ સામજી મહેશ્ર્વરી, સસરા મહેશ્ર્વરી, મોનીકા સામજી મહેશ્ર્વરીએ ગત તા. 18 થી 20 /5 તેમજ 1/12/2017 સુધી અલગ અલગ સમયે શારીકિ માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતા. તેણીના પતિએ અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય આચરી મોબાઇલ ફોનથી ધાક ધમકી આપી બિભત્સ માંગણીઓ કરી તથા તેણીના સસરાએ તેણી સાથે શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરતા અને તે વાત પતિને કરતા બાપુજી કહેશે તેમ કરવું પડશે તેવું જણાવી ઉશ્કેરાઇ જઇ ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવા માંડવી પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 498(એ), 377, 323, 504, 506(2), 507, 114 હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.