નેશનલ લેવલની હેકેથોનમાં મારવાડી યુનિ.ની ટીમ અવ્વલ

રાજકોટ,તા.17
સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા હેકેથોન 2018 અંતર્ગત રાજયની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો જેમાં રાજકોટની મારવાડી યુનિના. સ્ટુડન્ટો પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા. રાજયની અનેક યુનિવર્સિટીઓએ આ હેકેથોનમાં ભાગ લીધો હતો. જેમાં અન્ય યુનિ.ને પાછળ રાખી રાજકોટની મારવાડી યુનિવર્સિટીએ દબદબો દાખવ્યો હતો. અને ગૌરવ મેળવ્યું હતું.
મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સ્કીલ ઇન્ડિયા એપના ટાઇટલે નેશનલ લેવલની હેકેથોન યોજાઇ હતી. જેમાં રાજકોટની ટીમ અવ્વલ રહી હતી. રાજકોટ મારવાડી યુનિવર્સિટીની ટીમને રૂા.50000ની રકમનો રોકડ પુરસ્કાર મળ્યો હતો. ટીમ મેમ્બર તરીકે મનીશ પ્રજાપતિ અને ચેતન મજેઠીયા રહ્યા હતા. અને નેશનલ લેવલની હેકેથોનમાં રાજકોટની મારવાડીની ટીમ અવ્વલ રહી હતી.