વિવાદી જજ કર્નને પાર્ટી બનાવી: લોકસભા લડશે

ચૂંટણીમાં માત્ર મહિલા ઉમેદવારો જ રાખશે: વારાણસી સહિતની બેઠકો પર ખેલશે જંગ
કોલકત્તા તા.17
કોલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ વિવાદસ ન્યાયધીશ સી.એમ.કર્નને ‘એન્ટિકરપ્શન ડાયનામિક પાર્ટી’ બનાવી સક્રિય રાજનીતિમાં પદાપર્ણ કર્યુ છે. કર્નને એમ પણ કહ્યું કે, તેની પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ક્ષેત્ર વારાણસી સહિતની બેઠકો પર ઉમેદવારો ઉતારશે.
કર્ણન કહે છે કે, પક્ષનસ નોંધણી માટે અમમે મુખ્ય ચૂંટણી કમિશ્નરને થોડા સમયમાં જ મલીશું. 2019ની ચૂંટણીમાં કેટલી બેઠકો પર ઉમેદવાર મુકવા તે હવે નક્કી કરીશું. જોકે અમે એ તમામ બેઠકો પર માત્ર મહિલા ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.
તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે, અમારી પાર્ટી ઇચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારનો ખાત્મો થઇ જાય. ઉલ્લેખનિય છે કે, કર્નને નિવૃતિ પૂર્વે સુપ્રીમકોર્ટ-હાઇકોર્ટના 20 જજો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી વડાપ્રધાન મોદીને એક ખુલ્લો પત્ર પણ
લખ્યો હતો.
સુપ્રિમ કોર્ટે કર્નનને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટમાં દોષિત માની છ માસની જેલનસી સજા પણ ફરમાવી હતી. સુપ્રીમના 7 જજોની બેન્ચે ધરપકડનો આદેશ આપતા કર્ણનની ધરપકડ કરી લેવામાં આવી હતી.