પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મળી આવતા ધરપકડ

  • પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મળી આવતા ધરપકડ


રાજકોટ: રાજકોટના ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં રહેતા ભગુભાઈ ઉર્ફે ભગો બાબુભાઇ માટીયા નામના ભરવાડ શખ્સ વિવિધ ગુનામાં સંડોવાયેલ હોય તેને બે વર્ષ માટે રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર સહીત પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હોવા છતાં ઘર નજીકથી મળી આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી એન વાઘેલાએ ધરપકડ
કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.