સ્વભંડોળ: અન્ય જિલ્લામાં છૂટ, રાજકોટમાં મનાઇ, સરકારની ક્ધિનાખોરી

જિલ્લા પંચાયત પ્રમુખની છેલ્લી અને નવનિયુક્ત ડીડીઓની પ્રથમ સામાન્ય સભામાં જ સભ્યો કાળઝાળ ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ આક્ષેપ, મલાઇવાળી ફાઇલો ઉપર આવે છે: તલાટીમંત્રીની ગેરહાજરી મુદ્દે તડાફડી: ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારમાં ફરિયાદ કરવા માંગણી રાજકોટ તા.17
રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વભંડોળના મુદ્દે ફરી એક વખત સભ્યોમાં કચવાટ ફેલાયો હતો. અમરેલી, જૂનાગઢ સહિતની જીલ્લા પંચાયતમાં રેતી, કપચીની ગ્રાંટ વાપરવામાં આવે છે ત્યારે રાજકોટમાં મનાઇ કરી સરકાર કિન્નાખોરી રાખતી હોવાની ફરીયાદ સાથે સભ્યોમાં આક્રોશ ફેલાયો હતો. ઉપરાંત ભ્રષ્ટાચાર મુદ્દે પણ તડાફડી બોલાવી હતી.
જૂનાગઢ, અમરેલી સહિતની જીલ્લા પંચાયતોમાં રેતી, કપચી તેમજ સ્વભંડોળની ગ્રાંટ ખુલ્લેઆમ વપરાશ થઇ રહ્યો છે. જ્યારે રાજકોટ જીલ્લા પંચાયતમાં સ્વભંડોળની ગ્રાંટ વાપરવામાં સરકાર છુટ નહીં આપતી હોવાના મુદ્દે આજે જનરલ બોર્ડમાં સભ્યો કાળઝાળ થયા હતા અને ડીડીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે અન્ય જીલ્લા પાસેથી વિગતો મેળવી છુટ આપવાની વિચારણા કરવામાં આવી છે.
સામાન્ય સભામાં દબાણ નહીં હટાવતા ટીડીઓ, ડે.ડીડીઓ સહિતના અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. સરકારી જમીનમાં ગેરકાયદેસર પેશકદમી થઇ હોવાની લેખિત ફરીયાદ બાદ પણ તંત્ર દ્વારા તેને નજર અંદાજ કરવામાં આવતા સભ્યોએ તડાફડી બોલાવી હતી અને કહ્યું હતું કે મલાઇવાળી ફાઇલો તરત જ ઉપર આવે છે જ્યારે અમુક ફાઇલોની તપાસ કરવામાં આવતી નથી. આ મુદ્દે ડીડીઓ પણ આક્રમક બની ગયા હતા અને સભ્યોને વિવેકમાં રહેવા સુચના આપવામાં આવી હતી.
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ વિરાણીની આ છેલ્લી સામાન્ય સભા અને નવનિયુકત ડીડીઓ અનિલ રાણાવસીયાની સામાન્ય સભા તડાફડીવાળી બની હતી. સભા પૂર્વે સભ્યોએ નવનિયુકત ડીડીઓનું સ્વાગત કર્યુ હતું.
દરમ્યાન જેતપુરના લાલ પાણી પ્રશ્રે આરોગ્ય વિભાગને સાણસામાં લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગામડામાં તલાટી મંત્રી હાજર નહીં રહેતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. તલાટી મંત્રીને હેડ કવાર્ટરમાં રહેવાની સરકારની સુચના હોવા છતા તેઓ હાજર ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. આ મામલે સભ્યોએ ડીડીઓને તપાસ કરવા માગણી કરી હતી અને ડીડીઓએ તમામ તલાટી સામે તપાસ કરવા આદેશ આપ્યા હતા.
જામકંડોરણામાં ભૂગર્ભ ગટરના કામમાં વ્યાપક ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરીયાદ કામ અટકાવી દેવામાં આવ્યું છે. રૂા.14 કરોડના કામ અત્યારે બંધ હોય તેને પુન: શરૂ કરવા જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે ગેરરીતિ અંગે સભ્યો દ્વારા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવાની માગણી કરવામાં આવી હોવા છતા ફરીયાદ કરવામાં ન આવતા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. લેપ્સ થયેલ ગ્રાંટ સભ્યોને રીવાઇઝ અપાશે જિલ્લા પંચાયતના સભ્યોએ ફાળવેલી ગ્રાંટ લેપ્સ થાય તો તેઓને રીવાઇઝ આપવા પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જીલ્લા પંચાયત પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. અધિકારીઓ એક લિટર લાલ પાણી પી બતાવે લાલ પાણીનો પ્રશ્ર જેતપુરમાં વિકટ બની રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે એવું જણાવ્યું હતું કે લાલ પાણી છે તે પીવાલાયક છે. ત્યારે સભ્યોએ તમામ અધિકારીઓને એક-એક લીટર લાલ પાણી પીવા જણાવ્યું હતું. લોકોના આરોગ્યને નુકસાન થાય તેવું પાણી મળતું હોવાથી ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા તેની ખરાઇ કરવા જણાવ્યું હતું અને જરૂર પડયે કોર્ટમાં જવા ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. એલઇડી લાઇટની ગ્રાંટ પણ બંધ જિલ્લા પંચાયતના સભ્યોએ 14માં નાણાપંચની ગ્રાંટ ફાળવવામાં આવે છે. તેમાં એલઇડી સ્ટ્રીટલાઇટ, રોડ-રસ્તા સહિતની ગ્રાંટમાંથી મંજુરી આપવામાં આવે છે પરંતુ નાણા વિભાગે વડાપ્રધાન યોજનામાંથી અપાતી એલઇડી લાઇટની ગ્રાંટ બંધ કરી દેવામાં આવતા મુશ્કેલી ઉભી થઇ છે. આ પરીપત્રને જીલ્લા પંચાયતના અધિકારીઓ મનઘંડત અર્થઘટન કર્યુ હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા