રમઝાન માસ: અલ્લાહની ઈબાદતનો અણમોલ અવસર

ઈસ્લામનો અર્થ જ થાય - શાંતી, સલામતી અને સુરક્ષિતતા. આ મઝહબમાં અલ્લાહની ઈબાદતને ખૂબ જ મહત્વ આપવામાં આપ્યુ છે. ઈમાનદારી અને નેકીથી બધા સાથે વર્તવાની સલાહ પાક કુરાને શરીફમાં ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે આપવામાં આવી છે.
રમજાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ પાક અને પવિત્ર મહિનો ગણાય છે. આખો મહિનો રોઝા રાખવામાં આવે છે. વહેલી સવારથી શરૂ થતુ રોઝુ મોડી સાંજે પૂર્ણ થતું હોય છે. સૂર્યોદય પૂર્વેથી થતી શરૂઆત સૂર્યાસ્ત પછી થતી હોય સમાપ્ત. તેની માયના એ છે કે રોઝા રાખનાર વ્યક્તિ પર અલ્લાહની તમામ ન્યામતો ઉતરતી હોય છે. આથી સંક્રાંન્તિકાળની ખૂબ અનોખી વાતને આ ક્રિયા સાથે વણી લેવામાં આવી છે.
ત્રણ ખુબ જ મહત્વની વાત રોઝા સાથે જોડાયેલી છે જે ખુબ જ માયના અને મર્મસભર છે.
રોઝા દરમિયાન અન્ન કે જળ લેવાનું હોતુ નથી. સૌથી મોટો ફાયદો એ છે કે શરીરના તમામ તંત્રને આને કારણે એકદમ નવીજ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. પુન: ગઠનની કામગીરી આ વખતે જ શકય બને. ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિમાં ફાયદો એ થાય કે ભુખ અને તરસ પર વિજય મેળવવો પડે! બધાને ભુખ, તરસ વખતે જે મહેસુસ થાય, ખાસ તો જેઓ દરિદ્ર છે અને પાણી કે ખોરાક મેળવી શકતા નથી તેઓ માટે હમદર્દીનો થાય અહેસાસ રોઝા રાખનારને.
બીજી બાબતે કુદરતની સંપદા છે અન્ન અને જળ!
તેના સ્ત્રોતમાંથી જ આ બધુ ઉપલબ્ધ થતૂં હોય છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સમજ રોઝાને કારણે આવે છે.
ત્રીજી બાબતે છે પાક અને પવિત્ર બનીને ખુદાની ઈબાદત કરવાની અન્યો માટે જયારે દુઆ માંગીએ છીએ તો એ દુઆ ખુબ ઝડપથી થતી હોય છે. કબુલ. રોઝા દરમિયાન રમજાન મહિના દરમિયાન કરવામાં આવતી ઈબાદતમાં વૈશ્ર્વિક બંધુત્વ, ભાતૃભાવના છલકાતી જણાય.
કુરાને-શરીફમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યની પરહેઝગીરી અને પાક બનવાની ઉમેદ પૂર્ણ થાય એ માટે ખુદા તરફથી સતત ન્યામતો મળે છે.
દાન એટલે કે ખેરાતનો પણ ખુબ મહિમા છે. જેઓ વંચિત છે કે ઓછા ઉન્નત છે તેઓને ધાન્ય સહિત ઘણી વસ્તુની ખેરાત કરીને સવાબ મેળવવામાં આવે છે.
રમજાન મહિનો પવિત્ર છે. અમુક રોઝાનું વિશેષ મહત્વ પણ હોય છે. મહિનાના અંતે રમજાન ઈદ આવે. વૈશ્ર્વિક ભાઇચારાની ભાવનાથી એની બધા ઉજવણી કરે.
- સલીમ સોમાણી