જૂનાગઢની ક્રાઇમ ડાયરી । માંગરોળની તરૂણીને ધરાર પ્રેમી પજવતો હોવાની પિતા દ્વારા ફોજદારી

ગૃહિણીને કાઢી મુકી
જૂનાગઢના ઘાંચીવાડામાં રહેતા શહેનાઝબેન કાદરભાઇ ધાનાણી (ઉ.વ.3પ)ને તેના પતિ રજાકભાઇ યુનુસભાઇ ભોજાણી શારીરિક, માનસિક દુ:ખ, ત્રાસ આપી, ભુંડી ગાળો ભાંડી છુટાછેડાની ધમકી આપી ફરીયાદી મહિલા શહેનાઝબેનને પહેરેલ કપડે કાઢી મુકયાની પોલીસમાં ફરીયાદ થવા પામી હતી.
ધરાર પ્રેમીની પજવણી
માંગરોળમાં રહેતા એક ગૃહસ્થની સગીર વયની દીકરીનો ઇસ્માઇલ હારૂન પઠાણ નામનો શખ્સ બે વર્ષ અગાઉ અવારનવાર પીછો કરી તું મને બોવ ગમે છે, તું મારી સાથે પ્રેમ કર તેવું કહી દીકરીના મોબાઇલ નંબર પર અવારનવાર મેસેજ મોકલી આરોપી ઇસ્માઇલ હારૂને પોતાના મોબાઇલ ઉપર ફરીયાદીની સગીર વયની દીકરીનો ગમે ત્યાંથી ફોટો મેળવી તે ફોટો ક્રોપ કરી મોબાઇલ ફોનની ડીપી બનાવી રાખી ગુન્હો કર્યાની સગીરાના પિતાએ માંગરોળ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
પત્નીને મારીને ધમકી
મુળ ધારી ગામે સાસરૂ ધરાવતી પુષ્પાબેન વિપુલભાઇ ગોહેલ તેના માવતર ભેસાણના ધારી ગુંદાળી ગામે આંટો દેવા આવેલ હોય અને તેણીનો પતિ તેને તેડવા આવતા તેણીએ તમારા માતા-પિતા જાત્રા કરી પાછા ફરે ત્યારે મને તેડવા આવજો તેમ કહેતા પતિદેવનો પિતો ગયો હતો અને બોલાચાલી કરી, ગાળો કાઢી, જાપટ મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઢીકાપાટુ માર્યા
વંથલીના નવલખી ગામે રહેતા અલ્તાફભાઇ સુલતાનભાઇની પત્ની રીસામણે તેના માવતરે હોય જેનું મનદુ:ખ રાખી ધોરાજીના અનવર ઉર્ફે રાણો નારેજા સહિતનાએ હોકી સહિત ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જાનથી મારી નાખવા ધમકી
માંગરોળના રૂદલપુર ગામે રહેતા ભાવુભાઇ જોરૂભા ચુડાસમાની દીકરીની સગાઇ રૂદલપુરના જ રહેવાસી રતનસંગ માધવસંગ ચુડાસમાએ કરાવેલ હોય અને હાલમાં ફરીયાદીની દીકરી રીસામણે હોય તથા દીકરીએ સસરા પક્ષ સામે પોલીસમાં ફરીયાદ કરેલી હોય જેનું મનદુ:ખ રાખી રતનસંગ માધવસંગ ચુડાસમા તથા જગદીશચંદ્ર રતનસંગ ચુડાસમાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લાકડીથી હુમલો
માળીયાહાટીનાના અમરાપુર ગામે રહેતા કિરણબેન પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.30) ને તેમજ ગામના મધુબેન દાનાભાઇ ચાવડા, મુકેશ દાના ચાવડા તથા દાના ગીગાએ તું ધાગા કરી અમારા ઘરમાં કેમ ઝઘડા કરાવે છે તેમ કહી ઝઘડો કરી મધુબેન ગાગર વડે અને મુકેશ તથા દાનાભાઇએ લાકડી વડે માર માર્યો હતો.