સોમનાથ સંસ્કૃત યુનિ.માં કાલથી ભારતીય પ્રાશ્યવિદ્યા સંમેલન યોજાશે

1100 જેટલા વિદ્વાનોની ઉપસ્થિતિમાં યોજાશે ત્રિદિવસીય કોન્ફરન્સ
વેરાવળ તા.17
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે તા.18 થી તા.20 સુઘી ત્રિદિવસીય 49 મું અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન મળનાર છે. આ ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફ઼ન્સ વીસ વર્ષ બાદ ગુજરાતમાં સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં મળનાર છે જેમાં અલગ અલગ યુનિવર્સીટીમાંથી લગભગ 1100 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેનાર છે.
સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે યોજાનાર ત્રિદિવસીય 49 મી ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફ઼ન્સનો પ્રારંભ આવતી કાલે તા.18 સવારે દસ કલાકે થનાર છે. આ તકે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, યુનિ.ના કુલપતિ પ્રો.અર્કનાથ ચૌધરી, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના કુલપતિ પંકજ જાની સહીતના હાજર રહેનાર છે. આ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનના અધ્યક્ષ તરીકે પ્રો.ચંદ્રકાંત શુકલા રહેશે તેમજ જનરલ મહાસભાના સચિવ પ્રો.સરોજા ભાટે તથા સ્થાનિક સચિવ પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય અને આ યુનિ. ના કા.કુલસચિવ પ્રો.મહેન્દ્રકુમાર દવે રહેનાર છે.
આ ત્રિદિવસીય સંમેલન અંગે યુનિ.ના કુલપતિ પ્રો.અર્કનાથ ચૌધરી, પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય અને યુનિ. ના કા.કુલસચિવ પ્રો.મહેન્દ્રકુમાર દવે સહીતનાએ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે, અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને અંગ્રેજોના રાજનીતિના અંતિમ તબકકામાં અબ્રાહમ રોજરે (1651) ભર્તૃહરિનાં કેટલાંક પદ્યોનું પોર્ટુગીઝમાં અનુવાદ થયેલ હતું ત્યારબાદ ધીમે ધીમે બ્રિટિશ શાસનને સ્થાયી કરવા માટે (1600 ઇસ્ટ ઇન્ડિયા કંપની) વોરન હેસ્ટિંગે આ વિચાર આવેલ અને પ્રથમ રાજયપાલ ભારતીય સંસ્કૃતિનો આધારભૂત વેદાદિ શાસ્ત્રની ભાષા સંસ્કૃત અભ્યાસ પર ભાર આપેલ અને સર વિલિયમ જોન્સ ભારતના ન્યાયમૂર્તિ બન્યા અને તેમણે પંડિતો પર નિર્ણયો લેવા આધારિત રહેવું પડતું હોય અને તેમાં મુશ્કેલી પડતી હોય તેથી સંસ્કૃતનો અભ્યાસ કરવા આગળ વધેલ અને ત્યારબાદ જયારે આ પાશ્ચાત્ય વિદ્વાનોને સંસ્કૃતમાં માનવતાના સિદ્ધાન્તો અને વિજ્ઞાનને સંસ્કૃતમાં માનવતાના સિદ્ઘાંતો અને વૈજ્ઞાનિકોમાં સમજ આવી ત્યારે તેઓને વિશેષ પરિબળ મળેલ જે આગળ 18 મી શતાબ્દીમાં "ઓરિએન્ટાલ્સના આંતરિક કોંગ્રેસ તરીકે સંસ્થાના રૂપમાં ઉદ્ભવ્યું અને ત્યારબાદ આ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો જન્મ થયેલ અને તેના પ્રથમ સભાપતિ સર રામકૃષ્ણ ભંડારકર હતા અને તેનું સૌપ્રથમ સંમેલન શિમલામાં 1919 માં મળેલ જયારે સાતમું અધિવેશન વડોદરામાં મળેલ હતું ત્યારબાદ તેના સ્વરૂપમાં પરિવર્તન થતું ગયું જેની આધુનિક સ્વરૂપે સંમેલનનું આયોજન લગભગ 20 વર્ષ પહેલાં ગુજરાતમાં મળેલ અને હવે 49 મી ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન સોમનાથ મહાદેવના સાનિઘ્યામાં સંસ્કૃત યુનિ. ખાતે મળનાર છે જેના જનરલ પ્રેસિડન્ટ પ્રો.ચંદ્રકાંત શુકલા, વાઇસ પ્રેસિડન્ટ પ્રો.રમાકાંત શુકલા, જનરલ સેક્રેટરી પ્રો.સરોજા ભાટેજી, લોકલ સેક્રેટરી પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય અને એડીશનલ લોકલ સેક્રેટરી ડા.જાનકીશરણ આચાર્ય રહેનાર છે.
આ સંમેલનમાં સંસ્કૃત-પાલી, પ્રાકૃત, અરબી, ઇસ્લામિક અને ઇરાનીયન અભ્યાસની સાથે ભૌતિકશાસ્ત્ર સહિત સંસ્કૃત અને કોમ્પ્યુટર, પર્શિયન અધ્યયન અને ગુજરાતી સાહિત્ય પણ સામેલ છે જેમાં અલગ અલગ વિભાગીય સભાપતિ લગભગ 8 થી 800 વિદ્વાનોએ પોતાના સંશોધનપત્ર આપેલ છે અને અલગ અલગ યુનિવર્સીટીમાંથી લગભગ 1100 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેનાર હોવાનું તથા આ સંમેલન તા.18 થી 20 મે સુધી ચાલનાર હોવાનું અંતમાં જણાવેલ છે.