ધારાસભ્યોને કાઢી સંગઠન મજબૂત બનાવશે કોંગ્રેસ!

ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ ચાવડા નવોદિતોને તક આપશે
અમદાવાદ,તા.17
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તેમ જ વિપક્ષ નેતાપદે યુવાન નેતાઓને જવાબદારી સોંપાયા બાદ હવે સંગઠનમાં પણ ફેરબદલની કવાયત હાથ ધરવામાં આવી છે જે
ધારાસભ્યો સંગઠનમાં પણ હોદ્દા સંભાળતા હશે તેમને સંગઠનના હોદ્દા છોડવા પડશે અને નવા યુવાનોને તક આપવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે આગામી સમયમાં સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવશે. જેમાં ધારાસભ્યોએ સંગઠનના હોદાઓ છોડવા પડશે. આ ઉપરાંત ત્રણ વર્ષથી વધુ શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રમુખના હોદા પર બેઠેલાઓને બદલવા પડશે. તેમના સ્થાને નવા યુવા ચહેરાઓને તક આપવામાં આવશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી લોકસભામાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે અત્યારથી બૂથ લેવલની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં એક પુરીુષ અને એક મહિલા જનમિત્ર બનાવીને બૂથ લેવલની કામગીરી છેવાડા ગામો સુધી કરીને પ્રજામાં કોંગ્રેસ પુન: વિશ્ર્વાસ સંપાદન કરવામાં આવશે તેમ જ ટૂંક સમયમાં સંગઠનની પુન:રચના કરવામાં આવશે. જેમાં યુવા ચહેરાને વધુ તક અપાશે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્વારમૈયા દ્વારા પ્રજાહિતના અનેક કાર્યો કર્યા હોવા છતાં પણ કર્ણાટકની જનતાએ જનઆદેશ મળ્યો છે. તેનો સ્વીકાર કરતાં તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, પ્રજાને ભ્રમિત કરીને ધાર્મિક પોલોરાઈજેશન કરીને ભાજપે ચૂંટણી જીતી છે. મતોની ટકાવારીમાં જોઈએ તો કર્ણાટકમાં કોંગ્રેસને ભાજપ કરતા વધુ વોટ મળ્યા છે. કોંગ્રેસને 38 ટકા જ્યારે ભાજપને 37 ટકા મત મળ્યા છે. ક્યાં કમી રહી ગઈ તેનો આગામી દિવસોમાં અભ્યાસ કરીને પ્રજાનો વિશ્ર્વાસ સંપાદન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.