આરાધક સાધ્વીજી પર હેલીકોપ્ટરથી 21 તોલા સોનાના પુષ્પ વરસાદ

2600 વર્ષના ઈતિહાસમાં ગુણરત્ન સંવત્સરનાં આકરા તપ પૂર્ણ કરનાર 14માં તપસ્વી નવસારીમાં હંસકલાદેવીજી મ.સ.એ 485 દિવસના આકરા તપના પારણા પ્રસંગે ભવ્ય અને અનુપમ શોભાયાત્રા
નવસારી તા,17
નવસારીમાં લાંબા ગણરત્ન સંવતસર તપ સાધના કરનાર સાધ્વીજી હંસકલાજી મ.સ.ના પારણા પ્રસંગે દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દેરાસરથી સાધ્વીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. શોભાયાત્રાને અનપમ બનાવવા હેલીકોપ્ટરથી શોભાયાત્રા પર 21 કલિો સોના-ચાંદીમાંથી બનાવવામાં આવેલા પુષ્પોની વૃષ્ટિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુણરત્ન સવંતસરનાં આકરા તપ 2600 વર્ષના ઈતિહાસમાં ફકત 14 તપસ્વીઓ જ પૂર્ણ કરી શકયા છે.
નવસારીમાં તપ પ્રભાવિકા સાધ્વીશ્રી હંસકલાશ્રીજીના સૌથી આકરા અને લાંબા ગુણરત્ન સંવત્સર તપના પારણાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મધુમતી સ્થિત જૈન દેરાસરથી સંસ્કારભારતી હાઇસ્કૂલના મેદાન સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તપસ્વીનીનાં જય જયકાર સાથે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા તેમના ઉપર 21 કિલોના સોના-ચાંદી-રુપાના ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. જૈન ધર્મમાં તપનો અનેરો મહિમા છે. જેમાં સૌથી લાંબા અને આકરા ગણાતા ગુણરત્ન સંવત્સર તપ એ ભગવાન મહાવીર સ્વામીજી પછી દુનિયામાં 2600 વર્ષ દરમ્યાન ફકત 14 તપસ્વીઓ જ પુરું કરી શક્યા છે. આથી આ તપનું અતિવિશેષ મહત્વ છે અને આ તપ સવાવર્ષ પહેલા નવસારીમાં પ્રથમ વખતે જ સાધ્વીજી દ્વારા કરવામાં આવ્યું છે. સાધ્વીશ્રી હંસકલાજી દ્વારા 485 દિવસનાં આ કઠિન તપને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવતા જૈન આચાર્ય- ભગવંતોએ તેમને તપ-પ્રભાવિકાથ તરીકે ગૌરવભેર બિરદાવ્યા હતા. આજે આ તપનાં પારણા નવસારીનાં સંસ્કારભારતી હાઇસ્કૂલનાં મેદાન પર યોજાયા હતા. તે અગાઉ મધુમતી જૈન દેરાસરથી જૈનાચાર્યો- ભગવંતો- મુનિઓ- સાધુ-સાધ્વીઓનાં નેતૃત્વમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમ મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા. બેન્ડની સૂરાવલી વચ્ચે તપસ્વીનીનાં જયઘોષ સાથે રાજમાર્ગ પરથી શોભાયાત્રા નીકળી ત્યારે તપસ્વીનીના તેમજ જૈન આચાર્ય ભગવંતોના દર્શન માટે લોકોએ ધસારો કર્યો હતો. આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા 21 કિલો સોના-ચાંદી-રુપાના પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. શોભાયાત્રા સંસ્કારભારતી હાઇસ્કૂલનાં મેદાનમાં પહોંચ્યા બાદ સાધ્વીજી હંસકલાશ્રીનાં તપનાં પારણાનો દિવ્ય કાર્યક્રમ
યોજાયો હતો