તાજમહેલને શિફટ કરી દેવાશે?


આગ્રા: વર્ષો જૂની ઐતહાસિક ઈમારત તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાંની એક છે અને તે માત્ર આગ્રાની જ નહીં પરંતુ ભારતની ઓળખ છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. હાલમાં એક ચર્ચા હતી કે તાજમહેલને શિફ્ટ કરી દેવામાં આવશે. સાંભળવામાં તમને અજીબ લાગશે, પણ શું આ શક્ય છે? કારણકે હજારો વર્ષ જૂની આ ઈમારતને શિફ્ટ કરવી કોઈ રમતની વાત નથી. તેને ઉપાડીને ક્યાં શિફ્ટ કરી શકાય? દિલ્હીથી આગ્રા જતી વખતે યમુનાની ડાબી બાજુ તાજમહેલ આવે છે. દિલ્હી જવાવાળાએ શહેરની વચ્ચે થઈને જવું પડે છે, જેને કારણે મોટા ભાગે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. એવું ના થઈ શકે કે તાજમહેલને ઉપાડીને યમુનાની બીજી બાજુ એટલે કે જમણી બાજુ મૂકી દેવામાં આવે? આ ભલે અશક્ય લાગતું હોય પણ આવું થઈ શકે છે. ઈજિપ્તમાં આવા કારનામા વર્ષો પહેલા માણસો દ્વારા કરવામાં આવ્યા છે. લગભગ 3 હજાર વર્ષ જૂની અને ઐતહાસિક ઈમારતને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવામાં આવી હતી. આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રકારની ઘણી વસ્તુઓ શક્ય છે. આ પહેલા આંધ્ર પ્રદેશમાં એક મંદિરને પણ શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં જયપુરમાં લડેશ્વર મંદિરને દેવાલયમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જો કે તેમણે તાજમહેલના સંબંધમાં કંઈ પણ કહેવાની મનાઈ કરી દીધી હતી. પણ તાજમહેલને પણ શિફ્ટ કરવો શક્ય છે. યુનેસ્કો હવે આવા ઘણા પ્રોજેક્ટને પૂરા કરવા માટે કાર્ય કરી રહી છે. હાલમાં તાજમહેલને શિફ્ટ કરવાને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી નથી. જો કોઈ જરૂર પડી તો યુનેસ્કોની મદદ લઈ શકાય છે. હાલ યુનેસ્કો ઈટલીના વેનિસ શહેરને બચાવવાના કામમાં લાગેલી છે.