‘ઝાડવા’માં પૂરું થયું બોર્ડ, વાલ્વ-છાશ કૌભાંડ લટકી ગયા

વિરોધ પક્ષ કોંગ્રેસના ગાજ્યા મેહ વરસ્યા નહીં, પ્રજાના પ્રશ્ર્નોની ગંભીરતાના બદલે ફિક્સિગં જેવી ઠઠ્ઠા મશ્કરી રાજકોટ, તા. 19
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ મળેલ. કમિશ્ર્નર વિભાગમાંથી એજન્ડા પ્રસ્તુત થયેલ જેમાં 8 દરખાસ્ત મંજુરી અર્થે આવેલ હતી. બોર્ડની શરૂઆત કોર્પોરેટરના પ્રશ્ર્નો દ્વારા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ પ્રેક્ષક ગેલેરી માટે મતદાન કરવા માટે ઈમરજન્સી દરખાસ્ત મેયરને આપી હતી પરંતુ તેની અમલવારી મોકુફ રાખવામાં આવી હતી.
ત્યાર બાદ વોર્ડ નં.11 ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા શહેરમાં થયેલા વૃક્ષારોપણ પાછળ કેટલો ખર્ચ થયો તેમજ વાવેલા વૃક્ષોની આજે શું દશા છે તેવું પુછવામાં આવતા કમિશ્ર્નરે છેલ્લા બે વર્ષમાં થયેલ વૃક્ષારોપણના આંકડાઓ જાહેર કર્યા હતાં. વૃક્ષારોપણનો જવાબ આપવાની શરૂઆત થઈ ત્યારે જ કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા અમારા પર્સ ચેક કરવાના બહાને લઈ લેવામાં આવ્યા છે તે બાબતનો વિરોધ પ્રગટ કરતા બન્ને પક્ષના મહિલા સભ્યો દ્વારા સામસામે આક્ષેપોની તડાફડી બોલી હતી.
આજે જનરલ બોર્ડમાં કુલ 79 પ્રશ્ર્નો પૂછવામાં આવનાર હતા પરંતુ ફકત વૃક્ષારોપણના એક જ પ્રશ્ર્નના જવાબમાં બોર્ડનો સમય બરબાદ કરવામાં આવ્યો હતો. બોર્ડમાં ગાયત્રીબા જાડેજા દ્વારા પૂછવામાં આવેલ કે, મંજુર થઈ ગયેલા કામો છેવાડાના વિસ્તારોમાં આજ સુધી શરૂ નથી થયા તે ઝડપથી ચાલુ કરાવવા જોઈએ આ સિવાય ફકત આક્ષેપ બાજીમાં જ સમય બગાડવામાં આવ્યો હતો. કોંગી મહિલાઓના પર્સ છીનવી લેવાયા બાદ ભાજપના કોર્પોરેટર ઉદય કાનગડ દ્વારા તેનો વિરોધ કરી પર્સ પાછા આપી દેવા જોઈએ તેમ જણાવ્યુ હતું. આજે જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો છતા વિરોધ પક્ષ દ્વારા કોઈ જાતનો વિરોધ ન કરાતા ખુદ શાસક પક્ષને પણ આશ્ર્ચર્ય થયુ હતું.
આજે જનરલ બોર્ડમાં છાશ, વાલ્વ અને ઓપો વીવો કૌભાંડ બાબતે વિરોધ પક્ષ દ્વારા તડાફડી બોલાવવામાં આવશે તેવું લાગી રહ્યુ હતું પરંતુ ખરા સમયે જ વિરોધ પક્ષ પાણીમાં બેસી ગયુ હતું અને વૃક્ષા રોપણની પ્રશ્ર્નોતરી લાંબો સમય ચલાવી હતી.
બોર્ડના અંતમાં વિરોધ પક્ષ દ્વારા ફકત ફોટા પડાવવાના આશયથી છાશ કૌભાંડ અને વાલ્વ કૌભાંડ તેમજ હાલમાં થયેલ દુષ્કર્મ પ્રકરણના શ્ર્લોગનવાળા બેનરો બતાવી ફકત પાંચ મીનીટ માટે જ ઉભા થયા હતાં. આમ આજે વિરોધ પક્ષ પાણીમાં બેસી જતા શાસક પક્ષ દ્વારા તમામ દરખાસ્ત બહુમતીથી મંજુર કરવામાં આવી હતી.
આજનું જનરલ બોર્ડ ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓનુ છેલ્લુ બોર્ડ હોવાના કારણે લોકોના પ્રશ્ર્નોના બદલે પરસ્પર વાતો કરી તેમજ હસી-મજાક કરી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવ્યુ હતું. આજે બોર્ડમાં શાસક પક્ષના 37 કોર્પોરેટરો અને વિરોધ પક્ષના 28 કોર્પોરેટરો હાજર રહ્યા હતાં. બંન્ને પક્ષના એક-એક કોર્પોરેટર આજે ગેરહાજર રહ્યા હતાં. વૃક્ષારોપણના લાંબા લચક પ્રશ્ર્નના જવાબની આડમાં બન્ને કૌભાંડની ચર્ચા જ થઈ નહીં  વિપક્ષે કૌભાંડના બેનર બતાવ્યા તો શાસક પક્ષે આજીના બેનર ફરકાવ્યા   સિટી ઇજનેર અને ચીફ એકાઉન્ટન્ટની નિમણૂક
બોર્ડમાં આજે સીટી ઇજનેર અને ચીફ એકાઉન્ટન્ટની નિમણુંક માટે નામની જાહેરાત કરવામાં આવેલ જેમાં સીટી ઇજનેર તરીકે હાલ ડે. ઇજનેર તરીકે ફરજ બજાવતા હારૂન દોઢીયા અને ચીફ એકાઉન્ટન્ટ તરીકે અમિત સવજીયાણીની નિમણુંક કરવાની જાહેરાત કરી હતી. જે હાલમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની પૂન: નિમણુંક કરવામાં આવી હતી. જે પૈકી સીટી ઇજનેર તરીકે હારૂન ડોઢીયાની નિમણુંકને વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
હતો પરંતુ શાસક પક્ષ દ્વારા બહુમતીથી બન્ને નિમણુંક મંજુર કરવામાં આવી હતી. મેયરનું રાજીનામું માગતી કોંગ્રેસ ‘અધિકારીઓ શાસકોનું માનતા નથી’ પ્રશ્ર્નોના જવાબ બોર્ડ પહેલા આપવાની સૂચનાનો ઉલાળિયો 13મીનો પત્ર છતાં રજૂઆત ન ફળી: ‘સત્તા પર રહેવાનો કોઈ અધિકાર જ નથી’
રાજકોટ: જનરલ બોર્ડ માટે સભ્યો દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્ર્નોના ઉતર બોર્ડ મીટીંગ પહેલા જ આપી દેવાની ખુદ મેયરની સુચના અધિકારીઓ ગાંઠતા ન હોવાથી કોંગ્રેસે મેયરના રાજીનામાની માંગ ઉઠાવી છે. વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું કે આજથી આઠ મહિના પહેલા મેયરે જનરલ બોર્ડમાં પહેલા આપી દેવાની સુચના આપી હતી, જે અનુસંધાને ફકત એક જ બોર્ડના પ્રશ્ર્નોના જવાબ કમિશ્ર્નરે મોકલ્યા. ત્યાર પછી રજૂઆતો અને ચર્ચાઓ થઈ પણ મેયરના હુકમનો અનાદર કરી પ્રશ્ર્નોના જવાબ આજ સુધી ન તો વેબસાઈટ પર મુકયા છે, ન તો સભ્યોને જવાબ આપ્યા. છેલ્લે ગત તા.13મીએ પણ વશરામભાઈએ બોર્ડના આગલા દિવસે પ્રશ્ર્નોના જવાબ મળી રહે તો તંદુરસ્ત ચર્ચા થઈ શકે. આમ છતા મેયરની સુચના પણ અધિકારીઓ નથી માનતા તો સતા પર રહેવાનો કોઈ અધિકાર નથી તેમ તેમણે ઉમેર્યુ છે. ગેલેરી ખુલ્લી મૂકવા વિપક્ષની દરખાસ્ત ભાજપે બહુમતીથી ઉડાવી આજરોજ મહાનગરપાલિકામાં મળેલા જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા વિરોધ પક્ષનાં દંડકે અજરન્ટ દરખાસ્ત બોર્ડમાં મુકી હતી પરંતુ શાસક ભાજપે બહુમતીથી આ દરખાસ્ત ઉડાવી દીધી હતી. આ અંગે વિપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી બંધ પ્રેક્ષક ગેલેરી ખુલ્લી ન મુકવા અંતે શાસક ભાજપે પોતાની તઘલખી માનસીકતા જાહેર કરી દીધી છે. પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા દંડક અતુલ રાજાણીની આગેવાનીમાં વિપક્ષના 33 મત પડયા હતા પરંતુ ભાજપના તમામ કોર્પોરેટરે વિરોધમાં મત આપી દરખાસ્તનો છેદ ઉડાવી દીધો હતો. કોંગ્રેસે ભાજપનાં અભિગમને જનતા વિરોધી ગણાવી ભાજપની નિતીના કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો પરંતુ તે માત્ર વિરોધ બનીને જ રહી ગયો હતો. આથી હવે પ્રેક્ષક ગેલેરી ખુલવાનાં ચાન્સ પર પડદો પડી ગયો છે. શહેરના વૃક્ષોને દર બે દિવસે પાણી મળશે: પાની
બોર્ડમાં આજરોજ કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલ વૃક્ષા રોપણનો જવાબ આપતા કમિશ્ર્નરે જણાવેલ કે હું તમામ સ્થળની જાતે તપાસ કરીશ અને વૃક્ષોને દર બે દિવસે પાણી આપવા માટે વધુ સ્ટાફ અને પાણીની વ્યવસ્થા કરાશે તેમજ હવે પછી જે વૃક્ષો વાવવામાં આવશે તેની જાળવણી માટે સ્પેશીયલ અધિકારીને જવાબદારી સોપાશે અને હયાત વૃક્ષોનો અથવાડીક રીપોર્ટ મ્યુ.કમિશ્ર્નરને રજૂ કરવાનો રહેશે. જેમાં વૃક્ષોની સ્થિતિ તેમજ કેટલાક વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે તે સહિતની તમામ જાણકારી ઉપલબ્ધ કરાવવાની રહેશે. પર્સ લેવાનો કોઈ નિયમ નથી: મહિલા કોર્પોરેટરોનો વિરોધ
આજે જનરલ બોર્ડમાં પ્રવેશ દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની પર્સ સિકયુરીટી દ્વારા આંચકી લેવામાં આવેલ અને ચેક કર્યા બાદ તેમજ બોર્ડ પૂર્ણ થયા બાદ પરત મળશે તેવું જણાવવામાં આવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડની કામગીરી દરમિયાન જમીન પર બેસી ઉગ્ર વિરોધ કરી પર્સ આપો પછી જ બોર્ડની કાર્યવાહી આગળ વધશે જેવુ જણાવતા અંતે અધ્યક્ષના આદેશ બાદ કોર્પોરેટરને પર્સ પરત મળ્યુ હતું અને ત્યાર બાદની કામગીરી પૂર્વવત થઈ હતી. જનરલ બોર્ડની બેઠકમાં પ્રવેશ સમયે નગરસેવકોનું કડક ચેકિંગ કરવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી. તેમજ છાશ કૌભાંડનો મુદ્દો ઉઠાવી નહીં શકેલ કોંગ્રેસના નગરસેવકે કમિશનર સમક્ષ છાશની બોટલ રજૂ કરી હતી. જ્યારે મહિલા નગરસેવકોએ જમીન પર બેસી જઇ ચેકિંગનો વિરોધ કર્યો હતો. બધી ધમાલ વચ્ચે મેયર લાચાર અવસ્થામાં નજરે પડતા હતા.(તસવીર: પ્રવીણ સેદાણી)